________________
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હૈ ગૌતમ ! સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્ત બધાથી ઓછા છે અને સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાસક તેએથી સખ્યાતગણા અધિક છે.
શ્રી ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્! સૂક્ષ્મ નિગેાદના પર્યાપ્તકા અને અપર્યાપ્તકામાં કાણુ કેાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હૈ ગૌતમ ! બધાથી એછા નિગેાદના અપર્યાપ્તક છે, સૂક્મ નિગેાદના પર્યાપ્તક તેમનાથી સંખ્યાતગણા અધિક છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે-હે ભગવન્ ! આ સૂક્ષ્મ સૂક્ષ્મ પૃથ્વીકાચિક, સૂક્ષ્મ જળકાયિક, સૂક્ષ્મ તેજસ્ફાયિક, સૂક્ષ્મ વાયુકાયિક, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને સૂક્ષ્મ નિગેાદના પર્યાપ્ત અને અપર્યાપ્તકામાં કાણુ કેનાથી અલ્પ, ઘણા, તુલ્ય અને વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે:-હે ગૌતમ ! બધાથી ઓછા તેજસ્કાયિક અપર્યાપ્તક છે; તેમની અપેક્ષાએ સૂક્ષ્મ પૃથ્વીકાયિક અપર્યાપ્તક વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સૂક્ષ્મ જળકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપે. ક્ષાએ સૂક્ષ્મ વાયુકાયિક અપર્યાપ્તવિશેષાધિક છે; તેમની અપેક્ષાએ સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્ત સંખ્યાતગણા અધિક છે, તેમની અપેક્ષાએ સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યંત વિશેષાધિક છે; તેમનાથી સૂક્ષ્મ અવ્કાયિક પર્યાપ્ત વિશેષાધિક છે; તેમનાથી સૂક્ષ્મ વાયુકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સૂક્ષ્મ નિગેાદના અપર્યાપ્તક સંખ્યાતગણા અધિક છે; તેમની અપેક્ષાએ સૂક્ષ્મ નિગેાદના પર્યાપ્તક સંખ્યાતગણા અધિક છે, તેમની અપેક્ષાએ સૂક્ષ્મ વનસ્પતિકાયના અપર્યાપ્ત અનન્તગણા અધિક છે; કેમકે પ્રત્યેક નિગેાદમાં અનન્ત વનસ્પતિકાયિક હાય છે, તેમની અપેક્ષાએ પણ સૂક્ષ્મ અપર્યાપ્તક જીવ વિશેષાધિક છે; કેમકે તેમાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિ પણ સંમિલિત છે, તેમની અપેક્ષાએ પણ સૂક્ષ્મ વનસ્પતિકાય પર્યાપ્તક સંખ્યાતગણુા છે, કેમકે સૂક્ષ્મ જીવામાં અપર્યાપ્તકાથી પર્યાપ્તક સંખ્યાતગણુા અધિક હૈાય છે તેમની અપેક્ષાએ પણ સૂક્ષ્મ પર્યાપ્તક સમુચ્ચય જીવ વિશેષાધિક છે, કેમકે તેમાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિના પણ સમાવેશ છે અને સૂક્ષ્મ જીવ તેમનાથી કંઈક અધિક છે, કેમકે તેમાં અપર્યાપ્તકાના પણ સમાવેશ છે ॥ સૂ૦ ॥
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૩૯