________________
હે ભગવન ! ત્રસકાયિક પર્યાપ્ત અને અપર્યાપ્ત જેમાં કેણ કેનાથી અલ્પ ઘણું, તુલ્ય અગર વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! બધાથી ઓછા પર્યાપ્ત વસ કાયિક છે, કેમકે તેમને તેજ સ્વભાવ છે, તેમની અપેક્ષાએ અપર્યાપ્તક ત્રકાયિક અસંખ્યાત ગણો અધિક છે.
શ્રી ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે-ભગવદ્ આ સકાયિક, પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને બે ઇન્દ્રિયાદિ ત્રસ કાયિક જીના પર્યાય અને અપર્યાયોમાં કેણ કોનાથી. અધિક, અ૫ તુલ્ય અગરતે વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–ગૌતમ ! ત્રસકાયિક પર્યાપ્ત બધાથી ઓછા છે, તેમની અપેક્ષાએ ત્રસકાયિક અપર્યાપ્ત અસંખ્યાત ગણ છે, કેમકે અપ યાપ્ત હીન્દ્રિયાદિ પર્યાપ્ત હીન્દ્રિય આદિથી અસંખ્યાત ગુણ છે, તેજસ્કાયના
અપર્યાપ્ત તેમનાથી પણ અસંખ્યાત ગણા અધિક છે, કેમકે તેઓ અસંખ્યાત લકાકાશના પ્રદેશની બરાબર છે. પૃથ્વીકાયના અપર્યાપ્તક તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે તેમનું આયુષ્ય અધિક હોય છે. પૃથ્વીકાયના અપ
તેની અપેક્ષાએ જળકાયના અપર્યાપ્ત વિશેષાધિક છે, કેમકે તેઓ ઘણા વધારે થાય છે. વાયુકાયના અપર્યાપ્તક તેમનાથી વિશેષાધિક છે. તેજસ્કાયના પર્યાપ તેમનાથી સંખ્યાત ગુણિત છે. કેમકે સૂમ માં અપર્યાપ્તની અપેક્ષાએ પર્યાપ્ત સંખ્યાત ગણા છે. પૃથ્વીકાયના પર્યાપ્ત તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે અપર્યાપ્તની અપેક્ષાએ પર્યાપ્ત વિશેષાધિક છે. જળકાયના પર્યાપ્ત તેમનાથી વિશેષાધિક છે. તેનું કારણ આગળ કહેવાઈ ગએલું છે. વાયુકાયના પર્યાપ્ત તેમનાથી વિશેષાધિક છે. વનસ્પતિકાયના અપર્યાપ્ત તેમની અપેક્ષાએ અનન્ત ગણા છે સકાયિક અપર્યાપ્ત તેમનાથી પણ વિશેષાધિક છે. કેમકે સકાયિકમાં દ્વીન્દ્રિય આદિ બધાનો સમાવેશ થાય છે. વનસ્પતિકાયના પર્યાપ્ત તેમનાથી પણ અસંખ્યાત ગણું અધિક છે. પર્યાપ્ત સકાયિક જીવ તેમનાથી પણ વિશેષાધિક છે તેનું કારણ પૂર્વવત્ સમજી લેવું જોઈએ પ .
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૧