________________
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવદ્ ! આ સકાયિક, પૃથ્વી કાયિક, જળકાયિક, વાયુકાયિકે, વનસ્પતિકાયિક, તથા ત્રસકાચિકેના અપર્યાપ્ત છે માંથી કેણ કેનાથી અલ્પ ઓછા કેણ તેનાથી ઘણા, કેણુ તેનાથી તુલ્ય, કેણ કેનાથી વિશેષાધિક છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! ત્રસકાયિક અપર્યાપ્ત બધાથી ઓછા છે, કેમકે અન્ય કાયના જીની અપેક્ષાએ તેમની સંખ્યા અલ્પ હોય છે. તેમની અપેક્ષાએ તેજસ્કાયના અપર્યાપ્ત અસંખ્યાત ગુણું છે, તે માટે યુક્તિ આગળજ કહિદીધિ છે અર્થાત્ તેઓ બધા અસંખ્યાત કાકાશના પ્રદેશની રાશિના બરાબર છે. તેઓની અપેક્ષાએ પૃથ્વીકાયના અપર્યાપ્ત વિશેધિક છે. તેનું કારણ આગળ બતાવી દિધેલ છે. તેમની અપેક્ષાએ અપકાયના અપર્યાપ્ત વિશેષાધિક છે. તેમનાથી વાયુકાયના અપર્યાપ્ત વિશેષાધિક છે તેમનાંથી વનસ્પતિકાયિક અપર્યાપ્ત અનન્ત ગુણ છે, કેમકે વનસ્પતિકાયિક જીવ અનન્ત ગણા છે, અને તેમની અપેક્ષાએ સકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે કેમકે સાયિકમાં વનસ્પતિકાયિક આદિ બધાને સમાવેશ થઈ જાય છે.
હવે સમુચ્ચય પર્યાપ્તક જીવનું અલ્પ બહુપણું પ્રદર્શિત કરાય છે
શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો- હે ભગવન ! આ સકાયિક, પૃથ્વીકાયિક, અષ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને ત્રસકાયિક પર્યાપ્ત છમાંથી કે કેનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે –હે ગૌતમ! ત્રસાયિક પર્યાપ્ત બધાથી ઓછા છે, કેમકે તેમાં વનસ્પતિકાયિક આદિને સમાવેશ નથી થતે કેવલ દ્રીય આદિ છેનેજ સમાવેશ થાય છે. તેમની અપેક્ષાએ તેજસ્કાયિક પણ અસંખ્યાત ગણું છે, કેમકે તેઓ અસંખ્યાત કાકાશના પ્રદેશની કિતા બરાબર છે. તેમની અપેક્ષાએ પૃથ્વીકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે. તેના કારણ પૂર્વવત્ જાણી લેવું જોઈએ તેની અપેક્ષાએ અષ્કાયિકના અપર્યાવકાધિક છે. કેમકે તેઓ દક્ષિણ ઉત્તર આદિ દિશાઓમાં વિદ્યમાન છે. તેમની અપેક્ષાએ વાયુકાયના પર્યાપ્ત વિશેષાધિક છે. તેનું કારણ પહેલા કહિ દેવાય છે. તેઓની અપેક્ષાએ સકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે. કેમકે તેઓમાં પૃથ્વી કાય આદિ બધા સંમિલિત છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૯