________________
અપર્યાપ્ત સમુચ્ચય નું અ૫ બહુત્વ-હે ભગવન્ ! આ સેન્દ્રિય, એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, તેમજ પંચેન્દ્રિય અપર્યાપ્ત જેમાં કોણ કોનાથી અ૯પ, વધુ તુલ્ય અથવા વિશેષાધિક થાય છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ અપર્યાપ્ત પંચેન્દ્રિય જીવ બધાથી ઓછા છે કેમકે તે એટલાજ છે. જેટલા એક પ્રતરમાં અંગુલના અસંખ્યામાં ભાગ માત્ર ખંડ હોય છે. તેમની અપેક્ષાએ ચાર ઈન્દ્રિય અપર્યાપ્ત વિશેષ ધિક છે, કેમકે તેઓ પ્રચુર અંગુલના અસંખ્યાતમા ભાગ ખંડ પ્રમાણ છે. તેમની અપેક્ષાએ વિઈન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રચુરતર પ્રતરાંગુલના અસંખ્યય ભાગ ખંડ પ્રમાણ છે. દ્વિઇન્દ્રિય અપર્યાપ્ત તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રચુરતમ પ્રતરાંગુલના અસંખ્યય ભાગ ખંડ પ્રમાણ છે. એકેદ્રિય અપર્યાપ્ત તેમનાથી અનન્તગુણિત છે, કેમકે અપર્યાપ્ત વનસ્પતિકાયિક સદૈવ અનન્ત મળી આવે છે. સઇન્દ્રિય અપર્યાપ્ત જીવ તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે સઇન્દ્રિય સામાન્ય જીવેમાં એકેન્દ્રિય, કીન્દ્રિય, આદિ બધા સંમિલિત છે. આ અપર્યાપ્તક જેનું અલ્પ બહુ થયું.
પર્યાપ્ત છેનું અપબહત્વ-શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન ! આ સઈન્દ્રિય, એકેન્દ્રિય; કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિના પર્યાપ્ત જેમાંથી કેણ કેની અપેક્ષાએ અલ્પ, ઘણા તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે– હે ગૌતમ ! ચાર ઇન્દ્રિય પર્યાપ્ત જીવ બધા થી ઓછા છે, કેમકે ચાર ઇન્દ્રિયનું આયુષ્ય અલ્પ હોય છે, તેથી અધિક કાળ સુધિ ન રહેવાથી પ્રશ્નના સમયે તેઓ શેડાજ મળી આવે તેમ છે. પંચેન્દ્રિય પર્યાપ્ત તેમની અપેક્ષાએ વિશેષાધિક છે. કેમકે તેઓ પ્રચર પ્રતરાં ગુલના અસંખ્યાત ખંડના બરાબર છે. કિંઇન્દ્રિય પર્યાપ્ત તેમની અપેક્ષાએ વિશેવાધિક છે. કેમકે તેઓ પ્રચુરતર પ્રતરાંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ ખંડોના બરાબર છે. ત્રિઈન્દ્રિય પર્યાપ્ત તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રચુરતમ પ્રતરાંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ ખંડોના બરાબર છે. એકેન્દ્રિય પર્યાપ્ત તેમની અપેક્ષાએ અનન્ત ગુણિત છે કેમકે વનસ્પતિકાયિક પર્યાપ્ત અનન્ત હોય છે. સ-ઈન્દ્રિય પર્યાપ્ત તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે તેઓમાં દ્વીન્દ્રિય આદિના પર્યાપ્ત પણ સંમિલિત છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨
૨.