________________
શંખની હોય છે. કમળની દાંડી, જળકણ, હિમ (બરફ) ગાયનું દૂધ અને હારના જેવી શ્વેત હોય છે. તે અવળ કરેલા છત્રના આકારની છે. અને પૂર્ણ રૂપથી અજુન સ્વર્ણ અર્થાત સફેદ સેનાની છે. તે સ્વચ્છ છે, ચિકણી છે, કેમલ છે, ઘટ છે, મૃષ્ટ છે. રજરહિત છે. એ કારણે નિર્મળ છે અર્થાત્ બહારથી આવેલ મળ તેમાં નથી, પંક (કાદવ) થી રહિત છે કવચરહિત કાન્તિથી યુક્ત છે, પ્રભાયુક્ત છે. પરમશ્રીથી સંપન્ન છે, ઉદ્યોતમય, અતીવ આહલાદ જનક, દર્શનીય, પુરેપુરી સુન્દર અને અતીવ રમણીય છે. ઈસ્માભાર પૃથ્વીના ઉપરના ભાગમા, નિશ્રેણિગતિથી એક જન પર લેકને અન્ત થઈ જાય છે. તે જનને જે ઉપરને એક ગભૂતિ ભાગ છે (ગભૂતિ=સ) તે ગભૂતિના પણ ઉપરના છઠા ભાગમાં સિદ્ધ ભગવાન્ વિરાજમાન છે. સિદ્ધ ભગવાન સાદિ અને અનન્ત છે. પ્રત્યેક સિદ્ધ કર્મોને ક્ષય થવાથી જ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે. તેથી જ તે સાદિ કહેલા છે. પરંતુ એક વાર સિદ્ધત્વ પ્રાપ્ત કરીને કદી તેને અન્ત નથી થતું. તે કારણે તેઓને, “અજ્ઞાતિના અર્થાત અનન્ત કહેલ છે. આ વિશેષણ દ્વારા અનાદિ સિદ્ધ પુરૂષેની માન્યતાનો નિષેધ કરાયેલ છે. રાગ દ્વેષ આદિ વિકારેને સમૂલ વિનાશ થઈ જવાના કારણે સિદ્ધ જીવોને સિદ્ધત્વ દશાથી પ્રતિપાત નથી થતે કેમકે પતનના કારણે રાગાદિજ છે. અને તેને આત્યંતિક વિનાશ થઈ જાય છે, જેમ બીજના બળી જવાથી તેનાથી અંકુરની ઉત્પત્તિ થતી નથી એજ રીતે રાગદ્વેષને અભાવ થવાથી ભવન પ્રાદુર્ભાવ થતો નથી.
સિદ્ધ ભગવાન્ જન્મ, જરા, મરણ અને નિયામાં જવાથી ઉત્પન્ન થતી બાધા પીડા, પુનર્જન્મ; ગર્ભવાસમાં નિવાસ તેમજ પ્રપંચથી પાર પામેલા છે, અર્થાત્ તેમને ફરીથી જન્મ, મરણ, સંસાર પરિભ્રમણ આદિ કરવું પડતું નથી, તેથી જ તેઓ ભવિષ્યત કાળમાં સદૈવ ત્યાંજ સિદ્ધ દશામાં વિરા. જમાન રહે છે. તે પુરૂષદ, સ્ત્રીવેર, અને નપુંસક વેદથી અતીત હોય છે અર્થાત્ શરીરને અભાવ થઈ જવાથી દ્રવ્ય વેદ નથી રહેતા અને નો કષાય મેહનીયને અભાવ થઈ જવાથી ભાવ વેદ પણ નથી થતું. સાતા અને અ. સાતા વેદનીય કર્મને અભાવ હોવાના કારણથી તેઓ વેદનાથી પણ મુક્ત હોય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૩૨ ૩