________________
નામના આભૂષણથી સ્તબ્ધ ભુજાવાળા અંગદ, કુંડલ તથા કર્ણ પીઠના ધારક. હાથમાં અદૂભૂત આભરણ પહેરનારા, વિચિત્ર માલા અને અનુપનને ધારણ કરવાવાળા, કલ્યાણકારી ઉત્તમ વસ્ત્ર પહેરવાવાળા, કલ્યાણકારી ઉત્તમ માલા અને અનુપન ધારણ કરવાવાળા. દેદીપ્યમાન દેહવાળા, લાંબી વન માલાના ધારક પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશેદિશાઓને પ્રકાશિત અને પ્રભાસિત કરતા રહિને, તિપિતાના વિમાનાવાસનું અધિપતિત્વ કરાવતા થકા નાટક, ગીત તથા કુશલ વાદકો દ્વારા વાદિત વીણ તલ, તાલ, ત્રુટિત મૃદંગ આદિના નિરતર થનાર ઇવનિની સાથે દિવ્યભેગોને ભેગવતા થકા રહે છે. પહેલાની અપેક્ષાએ અહિં વિશેષતા આ છે કે આ ક૫માં અગ્રમહિષિના વર્ણન ન કરવા જોઈએ. કેમકે ત્યાં દેવાંગનાઓ નથી હોતી. ત્યાં સનસ્કુમાર નામક દેવેન્દ્ર દેવરાજ નિવાસ કરે છે. તે જ રહિત અને સ્વચ્છ હોવાના કારણે આકાશને સમાન વસ્ત્રોના ધારક છે. શેષવર્ણન શકના વર્ણન સમાન છે. અર્થાત્ તે આલગ્ન માલા અને મુગટના ધારક છે. નૂતન હેમમય-સ્વચ્છ સુન્દર, વિચિત્ર તેમજ ચંચલ કુંડળેથી તેમનું ગંડસ્થલ ચમકતું રહે છે તે મહદ્ધિક, મહાતિ યુક્ત, મહાશના ઘણી, મહાન ખેલશાલી, મહનુભાગ તેમજ મહાનસુખથી સંપન્ન છે. તેમનું વક્ષસ્થલ હારથી સુશોભિત રહે છે. તેમની ભુજાએ કટકે અને ત્રુટિતાથી સ્તબ્ધ રહે છે. તે અંગદ, કુંડલ અને કર્ણપાઠકના ધારક છે. તેમના હાથમાં વિચિત્ર આભૂષણ હોય છે. તે અદૂભૂત માલા અને અનુલેપનના ધારક, કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રો પરિધાન કરવાવાળા કલ્યાણકારી ઉત્તમ માલા તેમજ અનુલેપનના ધારક, દેદીપ્યમાન દેહવાળાં, લાંબી વનમાળાઓને ધારણ કરવાવાળા તથા પિતાના વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત તેમજ પ્રભાસિત કરતા રહે છે.
તે સનકુમાર દેવેન્દ્ર ત્યાં બાર લાખ વિમાનના તેર હજાર સામાનિક દેવેનું અધિપતિત્વ કરે છે. ઈત્યાદિ વર્ણન શકેન્દ્રના સમાનજ સમજી લેવું જોઈએ. પણ સમગ્ર મહિષિનું વર્ણન છોડી દેવું જોઈએ. વિશેષતા એ છે કે સનકુમાર દેવેન્દ્રના ચાર બોતેર હજાર અર્થાત બે લાખ અઠયાસી હજાર આત્મરક્ષક જે દેવ છે. તે તેમનું અધિપતિત્વ કરે છે. પાલન કરે છે અને નાટક સંગીત તથા વણા આદિના મહર દવનિની સાથે દિવ્ય ભેગોને ઉપભેગ કરતા થતા રહે છે.
હવે મહેન્દ્ર દેના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે
ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો–ભગવદ્ ! પર્યાપ્ત તથા અપર્યાપ્ત માહેન્દ્ર દેવના સ્થાન ક્યાં કહ્યાં છે? અર્થાત્ હે ભગવન મહેન્દ્ર દેવ કયાં નિવાસ કરે છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૯૪