________________
ના અધિપતિત્વ, સ્વામિત્વ, ભતૃત્વ તથા અગ્રેસર કરતા થકા તેમનું પાલન કરતા થકા. કુશલ વાદ દ્વારા વાદિત વીણ તલ, તાલ, ત્રુટિત. મૃદંગ આદિ વાદ્યોના નિરન્તર થનારા અવાજની સાથે દિવ્ય ભેગેપભેગોને ભેગવતા રહે છે.
હવે ઉત્તર દિશાના પિશાચ દેવેની વક્તવ્યતા આરંભ કરાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવદ્ ! ઉત્તર દિશાના પિશાચ દેના સ્થાન કયાં કહેલા છે? અર્થાત્ ઉત્તર દિશાના પિશાચ દેવ કયાં નિવાસ કરે છે?
શ્રી ભગવાન ઉત્તર દે છે-હે ગૌતમ ! જેવી દક્ષિણ દિશાના પિશાચની વક્તવ્યતા કહી છે, તેવીજ ઉત્તર દિશાના પિશાચેની વક્તવ્યતા કહી લેવી જોઈએ. તેમાં વિશેષતા એ છે-મન્દર પર્વતને ઉત્તર દિગૂ ભાગમાં મહાકાલ નામક પિશાચેન્દ્ર, પિશાચ રાજા નિવાસ કરે છે યાવત્ વિચરે છે. યાવત્ શબ્દથી એમ સમજવું જોઈએ કે મહાકાલ પિશાચેન્દ્ર મહર્થિક, મહાધતિક, મહાયશસ્વી, મહાબલ, મહનુભાગ અને મહાસૌખ્ય છે. તેમના વક્ષસ્થલ હારથી વિરાજમાન છે. તેમની ભુજાઓ કટકો અને ત્રુટિતેથી સ્તબ્ધ રહે છે. તે અંગદ કંડલ અને ગંડસ્થલને ઘસતાં કર્ણ પીઠ નામક આભૂષણને ધારણ કરે છે. તેમના મગટ અદ્દભુત માલાથી યુક્ત હોય છે. કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણકર ઉત્તમ માલા તેમજ અનુલેખનન ધારક હોય છે. તેમનું શરીર દેદીપ્યમાન છે. લાંબી વનમાળાઓને ધારણ કરે છે. પિતાના દિવ્ય વ ગંધ વિગેરેથી દશે દિશાઓને ઉદ્યતિત અને પ્રભાસિત કરતા તે તિચ્છ અસંખ્ય લાખ ભૌમેય નગરાવાસના ચાર હજાર આત્મરક્ષક દેવેના તથા અન્ય બહુ સંખ્યક ઉત્તર દિશાના વાનવ્યન્તર દેવ અને દેવિયેના અધિપતિત્વ અગ્રેસરત્વ, સ્વામિત્વ તેમનું મહરકત્વ કરતા રહિને તેમનું પાલન કરતા રહિને, નૃત્ય ગીત તથા કુશલવાદકે દ્વારા વાદિત વીણ તલ, તાલ, ત્રુટિત, મૃદંગ આદિ વાદ્યોના નિરન્તર થતા અવાજની સાથે દિવ્ય ભેગોપભેગને ભેગવતા રહે છે.
જેવી પિશાચ દેવોની વક્તવ્યતા કહી, તેવી જ ભૂતોની વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ અને તેવી જ વક્તવ્યતા યક્ષે, રાક્ષસ, કિનારે કિંગુરૂ મહેરોગે તથા ગન્ધર્વોની પણ કહેવી જોઈએ. પરંતુ તે વક્તવ્યતામાં વિશેષ તા એ છે કે તે બધાના ઇન્દ્ર અલગ અલગ છે. તે આ પ્રકારે છે–દક્ષિણ અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨ ૭૦