________________
પ્રતિરૂપ છે. ત્યાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત સુવર્ણકુમાર દેવની સ્થિતિની અપેક્ષાએ સ્વસ્થાન કહેલાં છે. તે સ્થાને સ્વસ્થાન, ઉપપાત તથા સમુદ્રઘાત આ ત્રણે અપેક્ષાઓથી લેકના અસંખ્યાતમા ભાગમાં કહેલ છે.
આ ઉપર્યુક્ત સ્થાનમાં બહુ સંખ્યક સુવર્ણકુમાર દેવ નિવાસ કરે છે. તે દેવે મહાન સમૃદ્ધિના ધારક છે. તેમનું વર્ણન તેવું જ સમજવું જોઈએ કે જેવાં સામાન્ય ભવનપતિ દેવાનું છે. યાવત્ –તેઓ મહાતિમાન છે. મહા યશસ્વી છે. મહા બળવાન છે. મહાન અનુભાગ–શાપ તેમજ અનુગ્રહ કરવાના સામર્થ્ય વાળા મહાન સુખવાળા છે. તેમનાં વક્ષસ્થલ હારથી સુશોભિત રહે છે. તેમની ભુજાઓ કટકે અને ત્રુટિત નામના આભૂષણથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંડલ કણપીઠ નામના આભૂષણને ધારણ કરે છે. હાથમાં અદૂભૂત આભૂષણ પહેરે છે. તેમના મુગટમાં અદ્દભૂત માળા સુશોભિત રહે છે. તેઓ કલ્યાણકારી અને ઉત્તમ વસ્ત્ર પહેરે છે, કલ્યાણકારી અને ઉત્તમ માળા તેમજ અનુલેપનના ધારક છે. તેમના દેહ દેદીપ્યમાન હોય છે. લાંબી લટકતી વનમાળાઓને ધારણ કરે છે. પિતાના દિવ્યવણુ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રકાશિત કરતા રહીને પિતાના ભવનાવા આદિનું અધિપતિત્વ અગ્રેસરત્વ સ્વામિત્વ; ભતૃત્વ કરતા કરતા અને તેમના પાલન કરતા થકા રહે છે. તેઓ નાટક ગીત અને વીણા, તલ, તાલ, ત્રુટિત, મૃદંગ આદિના દેવની સાથે દિવ્ય ભેગેપગેને ભેગવતા વિચરે છે.
હવે સુવર્ણકુમારના ઈન્દ્રોનું વર્ણન કરે છે આ પૂર્વોક્ત સ્થાનોમાં વેણ દેવ અને વેણુદાલી નામક બે સુવર્ણકુમારોના ઈન્દ્ર અગર સુવર્ણ કુમારના રાજા છે. આ વેણુદેવ અને વેણુદાલી મહાન રૂદ્ધિના ધારક, મહાવૃતિ સંપન્ન મહા યશસ્વી, મહાબલી, મહાનુભાગ તેમજ મહા સૌખ્ય છે. તેમના વક્ષસ્થળહારથી સુશોભિત રહે છે. તેમની ભુજાઓ કટક અને ત્રુટિતાથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કંડલ અને ગંડસ્થળને ઘસાતાં કર્ણપાઠક ધારણ કરે છે. હાથમાં વિચિત્ર આભૂષણો પહેરે છે. તેમના મુગટમાં અદ્ભુતમાલા સુશોભિત રહે છે. કલ્યાણકારી તેમજ શ્રેષ્ઠ વસ્ત્રો પરિધાન કરે છે. કલ્યાણ કર તેમજ ઉત્તમ માલા અને અનુપનને ધારણ કરે છે. તેમના શરીર દેદીપ્યમાન હોય છે. લાંબી વનમાળાના ધારક હોય છે. પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત તેમજ પ્રકાશિત કરતા રહે છે. તેઓ પિતાપિતાના ભવના વાસે આદિનું અધિપતિત્વ, અગ્રેસરત્વ કરતા થકા પાલન કરતા થકા નાટક, સંગીત અને કુશલ વાદકે દ્વારા વગાડાતા વીણા તલ, તાલ, મૃદંગ આદિના મધર ઇવનિની સાથે દિવ્ય ભેગોપભેગોને ભેગવતાથકા રહે છે.
હવે દક્ષિણ દિશાના સુવર્ણકારેના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૫૨