________________
હરીલે છે. અને તે ભવન આ વિનિથી સદા ગુંજ્યા કરે છે. અસુરકુમારોના આ ભવન પૂરેપુરા રત્નમય છે. સ્ફટિક વિગેરેની જેમ અતીવ સ્વચ્છ હોય છે. સ્નિગ્ધ પુદ્ગલ સંઘથી નિમિતે અને કેમલ હેાય છે. પાષાણની શિલાની જેમ ઘસેલા અને અત્યન્ત બારિક છીણીથી ઘસેલી પાષાણ પ્રતિમાઓના સરખા સુંવાળા હોય છે. તેઓ નીરજ અર્થાત સ્વાભાવિક રજ રહિત, નિર્મળ અર્થાત આગન્તુક મળ વિનાના નિષ્પક કલંકરહિત તથા ઉપઘાત અથવા (આવરણ) રહિત છાયાવાળી હોય છે. સ્વરૂપથી જ પ્રભાવાળાં હોય છે. પરમ શોભાથી સંપન્ન હોય છે. તેમાંથી કિરણોને સમૂહ બહાર નિકળતા રહે છે. તેઓ ઉદ્યોત યુક્ત હોય છે અર્થાત્ બહાર રહેલી વસ્તુ ને પણ પ્રકાશિત કરે છે, મનમાં પ્રસન્નતા ઉત્પન્ન કરે છે. તેઓને જોઈ જોઇને આંખે ઘરાતી જ નથી. બધા જેનારાને રૂચિકર હોય છે અને અતિશય રમણીય હોય છે તેમાં ક્ષણે ક્ષણે નવું રૂ૫ ડિટ ગેચર થાય છે.
આ ઉપર્યુક્ત સ્થાનમાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત અસુરકુમારના સ્થાન કહેલાં છે. ઉપપાતની અપેક્ષાએ તેઓ લેકના અસંખ્યતમ ભાગમાં છે. સમુદ્ર ઘાતની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં છે અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમા ભાગમાં છે.
આ સ્થાનોમાં ઘણા બધા અસુરકુમારદેવ નિવાસ કરે છે. અસુરકુમારદેવ કાળા રંગના હોય છે. તેમના હોઠ લેહિતાક્ષરત્ન અને બિમ્બ ફળના સમાન લાલરંગના હોય છે. કુન્દ આદિના શ્વેત પુષ્પના સમાન તેમના દાંત શ્વેત હોય છે. કેશ કાળા હોય છે. આ દાંત અને કેશ વિકિય સમજવા જોઈએ દારિક પુદગલોના સમજવા નહીં. કેમ કે તેમના શરીર વૈક્રિય હોય છે.
અસુરકુમાર દેવ પિતાના ડાબા કાનમાં કુંડલ ધારણ કરે છે. તેમના શરીર સરસ ચન્દનથી અનુલિત હોય છે. તેઓ કંઈક શિલિમ્બ પુષ્પની જેમ આછા લાલ રંગના, જરાપણ સંકલેશ ઉત્પન્ન નહીં કરનારા-ખૂબ આનંદ જનક તથા મુલાયમ તેમજ બારીક વસ્ત્ર પહેરે છે. તેઓ હમેશા એવા તરૂણ પ્રતીત થાય છે કે જાણે પ્રથમ વયવિતાવી ચૂક્યા હોય અને દ્વિતીય વયમા હજુ પ્રવેશ્યા ન હોય અર્થાત્ ભદ્ર નવ યુવા અવસ્થામાં રહે છે. તલભંગ નામના હાથના અભૂષણોમાં, ત્રુટિત નામના તથા બીજા આભૂષણોમાં જડેલી ચન્દ્રકાન્ત મણિ આદિ મણિયે તેમજ ઇન્દ્ર નીલ આદિ દિવ્ય રત્નોથી તેમની ભુજાઓ મંડિત રહે છે. તેમના અંગ્રહસ્ત મુદ્રિકાઓથી વિભૂષિત હોય છે. તેઓ ચૂડા મણિ નામના અદ્દભુત ચિહ્ન થી યુક્ત હોય છે. તેમના રૂપ ખૂબ સુશોભિત હેય છે. તેમના ભવન અને વિશાલ પરિવાર આદિની ઋદ્ધિ મહાન હોય છે. તેમની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૩૧