SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ એકત્રીસ ધનુષ એક હાથની અવગાહના હોય છે. ૧, બીજા પ્રતરમાં છત્રીસ ધનુષ એક હાથ અને વીસ આંગળની. ૨, ત્રીજા પ્રતરમાં એકતાળીસ ધનુષ બે હાથ અને સોળ આંગળની. ૩, ચેથા પ્રતરમાં સેંતાલીસ ધનુષ ત્રણ હાથ અને બાર આંગળની. ૪, પાંચમા પ્રતરમાં બાવન ધનુષ અને આઠ આંગળની ૫, છઠા પ્રતરમાં સત્તાવન ધનુષ એક હાથ અને ચાર આંગળની ૬, અને છેલ્લા સાતમા પ્રતરમાં સૂત્રમાં કહ્યા પ્રમાણે બાસઠ ધનુષ અને બે હાથની ઉત્કૃષ્ટ અવગાહના થઈ જાય છે. ૭ | ગ. ૭ | હવે પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના સંબંધમાં કથન કરવામાં આવે છે. તો રેવ વંશમg' ઇત્યાદિ ચોથી પંકપ્રભા પૃથ્વીના છેલ્લા સાતમા પ્રતરમાં જે અવગાહનાનું પ્રમાણ કહેલ છે. જેમકે ૬૨ બાસઠ ધનુષ અને બે હાથ, એ જ પ્રમાણે પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં થાય છે. તેનાથી પછી પછીના દરેક પ્રતરમાં “goળા ધજૂળ રો સઢ' પંદર ધનુષ અને અઢી હાથ મેળવતા જવું જોઈએ. એ ગે. ૮ આવી રીતે મેળવતા જતાં ધૂમપ્રભાના છેલ્લા પાંચમા પ્રતરમાં નારકની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના એક પચ્ચીસ ૧૨૫, ધનુષની થઈ જાય છે. તે દરેક પ્રતરની અવગાહના આ પ્રમાણે છે. ધૂમપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં પૂર્વોક્ત ૬૨ બાસઠ ધનુષ અને બે હાથની થાય છે. ૧, તે પછી બીજા પ્રતરમાં અઠોતેર ધનુષ અને એક વિતસ્તિ (વંત) અર્થાત્ બાર આંગળની. , ત્રીજા પ્રતરમાં ૯૩ ત્રાંણ ધનુષ અને ત્રણ હાથની ૩, ચેથા પ્રતરમાં ૧૦૯ એકસે નવ ધનુષ એક હાથ અને એક વિતસ્તિ અર્થાત બાર આંગળની ૪, અને છેલ્લા પાંચમાં પ્રતરમાં ધૂમપ્રભા પૃથ્વીના નારકોની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના ૧૨૫ એકસે પચીસ ધનુષની થઈ જાય છે. ૫, હવે છઠી તમપ્રભા પૃથ્વીના સંબંધમાં કથન કરવામાં આવે છે. “સોરેવ ટ્રીપ ઈત્યાદિ પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના છેલા પ્રતરમાં જે અવગાહનાનું પ્રમાણ ૧૨૫ એક પચ્ચીસ ધનુષ છે એજ પ્રમાણ છઠી તમ:પ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં થાય છે, કે ગા, ૯ જીવાભિગમસૂત્ર
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy