________________
दिट्ठी दंसणनाणे जोगुवोगे तहा किमाहारे ।
उववाय ठिई समुग्धाए चवणगइरागई चेव ॥२॥ આ ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે –
આ ગાથાઓ દ્વારા સૂક્ષ્મ જીના ૨૩ દ્વાર અહીં પ્રકટ કરવામાં આવ્યાં છે, જે નીચે પ્રમાણે છે-(૧) સૂર્મપૃથ્વીકાયિક જીવોના શરીરની વક્તવ્યતા, (૨) તેમની અવગાહનાની વક્તવ્યતા, (૩) સંહનનની વક્તવ્યતા, (૪) સંસ્થાનની વક્તવ્યતા, (૫) કષાની વક્તવ્યતા, (૬) સંજ્ઞાવિષયક વક્તવ્યતા, (૭) લેશ્યા વિષયક વક્તવ્યતા, (૮) તેમની ઇન્દ્રિય સંબંધી વક્તવ્યતા, (૯) સમુદઘાત સંબંધી વક્તવ્યતા, (૧૦) સંજ્ઞી અસંજ્ઞી સંબંધી વક્તવ્યતા, (૧૧) વેદ સંબંધી વક્તવ્યતા, (૧૨) પર્યાપ્તિક અપર્યાપ્તિક સંબંધી વક્તવ્યતા, (૧૩) દષ્ટિની વક્તવ્યતા, (૧૪) દર્શનની વકતવ્યતા, (૧૫) જ્ઞાનની વક્તવ્યતા, (૧૬) ગની વક્તવ્યતા, (૧૭) ઉપયોગની વક્તવ્યતા, (૧૮) પૃથ્વીકાયિકના આહાર સંબંધી વકતવ્યતા, (૧૯) ઉપપાતની વકતવ્યતા, (૨૦) સ્થિતિની વકતવ્યતા, (૨૧) સમુદ્દઘાતની વતવ્યતા અને (૨૩) ગતિ ગતિની વકતવ્યતા. સૂત્ર દ્રા
શરીરાદિ તેઇસ દ્વારોંકા કથન
પહલા શરીર દ્વારકા નિરૂપણ (૧) હવે પ્રથમ દ્વારનું કથન કરવામાં આવે છે. -
ત્તિ ! નીવાળું સા vvmત્તા ઈત્યાદિ- સૂત્ર ૯ ટકાઈ—“હિ જં અરે વીવા વરસ gryત્તા” હે ભગવન! તે સૂક્ષ્માયિક અને કેટલાં શરીર હોય છે?
ગૌતમ સ્વામીને આ પ્રશ્ન છે અને તેને ઉત્તર આપનાર મહાવીર પ્રભુ છે, એવું પ્રત્યુત્તર દ્વારા જાણી શકાય છે.
શંકા–ચૌદ પૂર્વ ધરોને કોઈ પણ વાત અવિદિત હોતી નથી. ગૌતમ સ્વામી ચૌદ પૂર્વધર હતા, તેઓ વિશેષ રૂપે સક્ષરસન્નિપાતી હતા, સંભિન્ન તેલબ્ધિવાળા હતા, સર્વોત્કૃષ્ટ લબ્ધિથી સંપન્ન હતા છતાં ગૌતમ સ્વામી આ પ્રશ્ન પૂછે છે. એવું આપ કેવી રીતે કહે છે ?
સમાધાન–શકા બરાબર છે. છતાં શંકાને ખુલાસે આ પ્રમાણે સમજવો-પ્રશ્નમાં પૂછવામાં આવેલી વાતને ગૌતમ સ્વામી જાણતા હતા , છતાં પણ તીર્થંકર પાસેથી જ આ પ્રશ્નોના જવાબ મેળવીને શિષ્યોને સમજાવવા માટે આ પ્રશ્ન પૂછે છે. શિવેને તીર્થકરોમાં અતિશય શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય, એવો પણ ઉદ્દેશ છે. અથવા-ગૌતમસ્વામી છઘસ્થ હતા, તે કારણે તેમનાં જ્ઞાનમાં અપૂર્ણતા સંભવી શકે છે, તેથી તેમણે સર્વજ્ઞ તીર્થકરને આ પ્રશ્ન પૂછ્યા છે.
જીવાભિગમસૂત્ર