________________
ટીકાર્થ–ટીકાથી સ્પષ્ટ જ છે. પરંતુ આ સૂત્રમાં ગણનાયક વગેરે જે પદે આવેલ છે તેમની વ્યાખ્યા આ પ્રમાણે છે. ગણના જે સ્વામી હોય છે તે ગણનાયક છે. દંડનું જે વિધાન કરે છે. તે દંડનાયક છે. રાજા પ્રસિદ્ધ છે. એશ્વર્યથી જે સંપન્ન હોય છે તે ઈશ્વર છે. સંતુષ્ટ થયેલા રાજા વડે જેમને પહેરવાના વસ્ત્રો આપવામાં આવે છે એવી રાજ તુલ્ય વ્યકિતએ તલવર કહેવાય છે. પાંચ ગ્રામના જે અધિપતિ હોય છે. તે માડંબિક છે અથવા તે અઢી અઢી કોસના અંતરે વસેલા ગ્રામના જે અધિપતિ હોય છે તે માડંબિક છે. ઘણા કુટુંબનું પાલન-પોયણ કરનાર જે હોય છે તે કૌટુંબિક છે. હસ્તિપ્રમાણુ દ્રવ્ય-મણિમુકતા–પ્રવાલ-સુવર્ણ–રજત વગેરે દ્રવ્યરાશિના જે સ્વામી હોય છે તે જઘન્ય ઈભ્ય છે તેમજ હસ્તિપરિમિત વમણિ, માણિક્ય રાશિના જે સ્વામી હોય છે તે મધ્યમ ઉલ્ય છે, ફકત હસ્તિપરિમિત વારાશિના જે સ્વામી હોય છે તે ઉત્કૃષ્ટ ઈભ્ય છે. જેની ઉપર લક્ષમીની પૂર્ણ કૃપા છે અને એથી જ જેમની પાસે લાખોના ભંડાર ભરેલા છે તેમજ જેમના મસ્તક પર તેમને જ સૂચવતે ચાંદીને વિલક્ષણ પદ શોભાયમાન થઈ રહ્યો હોય એવા નગરના પ્રધાન વ્યાપારી શ્રેષ્ઠી કહેવાય છે જે ચતુરંગ સેનાના નાયક હોય છે તે સેનાપતિ છે જે ગણિમ-ગણીને વેપાર કરવા યોગ્ય નારિયેલ, સેપારી કેળા વગેરે વસ્તુઓને ગણિમ કહે છે મેય-શરાવા વગેરે નાને વાસણ વગેરેથી માપીને વેપાર કરવા યેગ્ય દૂધ, ઘી, તેલ વગેરે વસ્તુઓને બેય કહે છે તેમજ પરિચ્છેદ્ય કસોટી વગેરે પર પરીક્ષણ કરીને વેપાર કરવા ગ્ય મણિ, મેતી પ્રવાલ, આભૂષણે વગેરે વસ્તુઓને સાથે લઈને લાભ માટે દેશાંતરમાં જનાર સાઈને લઈ જાય છે તેમજ યોગ-નવી વસ્તુની પ્રાપ્તિ અને ક્ષેમ પ્રાપ્ત વસ્તુની રક્ષા વડે તેમનું પાલન કરે છે ગરીબ માણસેના ભલા માટે તેમને દ્રવ્ય આપીને વેપારવડે તેમને ધનવાન બનાવે છે તે સાર્થવાહ કહેવાય છે. રાજાને જે યોગ્ય મંત્રસલાહ આપે છે તે મંત્રી છે. આ મંત્રિઓની ઉપર જે મંત્રી હોય છે તે મહામંત્રી છે. જોતિષશાસ્ત્રને જાણનાર ગણુક કહેવાય છે. દ્વાર પર રક્ષા માટે નિયુકત કરેલ માણસને દ્વારપાલ કહે છે. રાજ્યના અધિષ્ઠાપક સહવાસિ રાજપુરૂષ વિશેષનું નામ અમાત્ય છે. ચરણ સેવકનું નામ ચેટ છે. રાજાની ઉમરની જ જે વ્યકિત રાજાની પાસે રહે છે એવી સેવક વિશેષ વ્યક્તિનું નામ પીઠમ છે. નગર નિવાસી જનતા નાગરિક કહેવાય છે. વેપારી ગણનું નામ નિગમ છે. છે સંદેશહેરનું નામ દૂત છે. રાજ્યસંધિના રક્ષકનું નામ સંધિપાલ છે. ગ્રીવાને પાછળની તરફ વાળવાથી તે ગ્રીવાની સાથે બન્ને હાથો જે બંધનથી બાંધવામાં આવે છે તે બંધનનું નામ અવકાટક બંધન છે. પ્રદેશી રાજાનું કહેવું આ પ્રમાણે છે
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨