________________
શક્તિનું નામ બળ છે, આ બળથી એ યુકત હતા. સર્વોત્કૃષ્ટ શારીરિક સૌન્દર્યનું નામ રૂપ છે, આ રૂપથી એઓ સંપન્ન હતા, વિનયયુક્ત હતા, મતિ વગેરે જ્ઞાનથી સંપન્ન હતા. સમ્યક્ત્વથી યુકત હતા, સંયમરૂપ ચારિત્રથી યુક્ત હતા. લજજાથી યુકત હતા એટલે કે-સાવધ કામમાં લજજા રાખતા હતા. દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ લાઘવના બે પ્રકારો છે. અલ૫ ઉપધિ રાખવી એ દ્રવ્યની અપેક્ષાએ લાઘવ છે તેમજ ગૌરવ ત્યાગ એ ભાવની અપેક્ષાએ લાઘવ છે. લજજા અને લાઘવ આ બન્નેથી એઓ સંપન્ન હતા, આમિક તેજ એમનામાં પ્રચુર પ્રમાણમાં હતું એથી એઓ ઓજસ્વી હતા. શરીરપ્રભાનું નામ તેજ છે. એમનું આ શારીરિક તેજ અનુપમ હતું. એથી જ એઓ તેજસ્વી હતા, પ્રભાવાન હતા. એથી જ એઓ વર્ચસ્વી હતા. ધને જીતનાર હતા એથી એઓ જિત-કરોધી હતા, માનના વિજેતા હતા એથી જિત હતા. અર્થાતુ માન અપમાન બને એમના માટે સરખા હતાં. એઓ સંપૂર્ણતઃ નિષ્કપટ હતા એથી જિતમાન હતા. લેભને જીતનાર હતા એથી જિલભી હતા,
એમણે નિદ્રાવશ કરી હતી એથી એઓ જિતાનિદ્ર હતા, બધી ઇન્દ્રિયને એમણે વશમાં કરી રાખી હતી. એથી એઓ જિતેન્દ્રિય હતા, પરીષહ પર એમણે વિય મેળવ્યું હતું એથી એઓ જિત પરીષહ હતા. જીવવાની આશાથી અને મરણના ભયથી એઓ એકદમ વિપ્રમુકત હતા. એથી જીવન મરણમાં એઓ સમભ વશીલ હતા. સકલ મુનિઓમાં તપની અપેક્ષાએ પ્રધાન હોવાથી એ તપઃપ્રધાન હતા, અર્થાત મહાતપસ્વી હતા ક્ષાત્યાદિક શ્રેષ્ટ ગુણોથી યુક્ત હવા બદલ એ ગુણ પ્રધાન હતા “તપઃપ્રધાન અને ગુણપ્રધાન’ આ બે વિશેષણોથી એ વાત સૂચિત કરવામાં આવી છે કે તપ પૂર્વબદ્ધકર્મોની નિર્જરાને હેતુ હોય છે અને સંયમ કર્મોની અનુપાદેયતાને હેતુ હોય છે. એટલે કે નવીન કને રોકનાર હોય છે. એથી જ એઓ અને મોક્ષ માટે ઉપાયભૂત કહેવાય છે. એથી મુક્ષુકોને માટે એ બને અવશ્ય આદરણીય છે. - હવે સામાન્યરૂપથી ગુણપ્રધાનતાને કરીને વિશેષરૂપથી તેનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે-કરણપ્રધાન ઇત્યાદિ. પિંડ વિશુદ્ધ વગેરે રૂપ જે કરણ છે તેના સાત પ્રકારે છે. કહ્યું છે –“વિંદ વિનોદી વગેરે. આ કારણ એમનામાં પ્રધાનરૂપે હતું એથી એઓ કરણપ્રધાન કહેવાય છે. મહાવ્રતાદિપ ચરણના ૭૦ પ્રકારે કહેવાય છે. જેમકે વા ઈત્યાદિ આ ચરણ પણ એમનામાં પ્રધાનરૂપે હતું એથી એઓ ચરણ પ્રધાન હતા. અસદાચારની પ્રવૃત્તિના નિષેધનું નામ નિગ્રહ છે. આ નિગ્રહ એમનામાં પ્રધાનરૂપે હતે. એથી જ એમને નિગ્રહ પ્રધાન કહેવામાં આવ્યા છે. તેના નિર્ણય માટે જે નિશ્ચયાત્મક દઢ વૃત્તિ અથવા વિહિત અનુષ્ઠાને ને રવીકારવારૂપ જે નિશ્ચયાત્મક
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૨
૨૩