________________
કરવા માટે અવશ્યકરણીય મંગલરૂપ પ્રાયશ્ચિત્તો કર્યા. અષતિલક વગેરેને કૌતુક, સિદ્ધાદ્ધ-સર્ષપ, દહીં, અક્ષત દુર્વાકુર વગેરેને મંગલ કહે છે. ત્યારપછી તેણે સન્નદ્ધ, બદ્ધ, વમિત કવચ પહેર્યું. પહેલાં તે કવચનું તેણે શરીર પર આરોપણ કર્યું. એથી તે કવચ સન્નદ્ધ થયું ત્યારપછી ગાઢતર બંધનવડે કરવામાં આવ્યું એથી તે બદ્ધ થયું. અને અંગરક્ષક માટે તેને ધારણ કરવામાં આવ્યું હતું એથી તે વમિત થયું. “રૂપવિતરરાનાદિયા;” એથી આ સ્પષ્ટ કરવાર્મા આવ્યું છે કે તે શરાસનપદિકા (ધનુષદંડા) પર જયારે પ્રત્યંચા ચઢાવવામાં આવી તે શરાસન પટ્ટિકા નમી ગઈ હતી. અથવા ઉત્પીડિત શબ્દનો અર્થ ખભા પર મૂકવું પણ થાય છે. પ્રત્યંચા ચઢાવવાથી જેણે ધનુષદંડને નમાવી દીધું છે અથવા ખભા પર જેણે ધનુદંડ ધારણ કર્યો છે એવો તે ચિત્રસારથિ ભવા લાગે. મતલબ છે કે તે ચિત્ર સારથિએ પિતાના ધનુષ પર પ્રત્યંચા ચઢાવી લીધી હતી. અથવા તે ધનુષને હાથમાંથી ખભા પર ભેરવી દીધું હતું. ગળામાં તેણે આભૂષણરૂપ રૈવેયક-હાર પહેર્યો હતે અને સુંદર ચિત્રોથી સુશોભિત સુંદર વસ્ત્રો પણ પહેર્યા હતાં. ધનુષ વગેરેને અહીં આયુધ પદ અને તલવાર વગેરેને પ્રહરણ પદથી ગ્રહણ સમજવાં. આ રીતે તેણે પોતાના આયુધ્ધ અને પ્રહરણોને પિતાના હાથમાં લીધા. આ પ્રમાણે બધી રીતે તૈયાર થઈને તે ભેટને લઈને જયાં ચાતુર્ઘટ અશ્વરથ હતું ત્યાં ગયે. ત્યાં જઈને તે રથ પર સવાર થયે. રથ પર સવાર થતાં જ તે સન્નદ્ધ થયેલા યાવત્ ગૃહીતાયુધ પ્રહરણવાળા અનેક પુરૂષથી તે સંપરિવૃત્ત થઈ ગયે. છત્રધારી પુરૂષએ તેના ઉપર કેરંટ પુષ્પોની માળાથી સુશોભિત છત્ર તાણી દીધું. આ પ્રમાણે તે મહાસુભટના વિસ્તૃત સમૂહના વૃન્દથી પરિવેષ્ટિત થઈને તે પિતાના ઘેરથી રવાના થયે અને વેવિકા નગરીના ઠીક મધ્યભાગમાં થઈને તે કેટલાક સુખકરવાસે, રાત્રે મુકામ કરીને સવારે ત્યાંથી રવાના થતી વખતે કરેલા પ્રાતઃ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨
૧૯