________________
અભિનય આમ બે પ્રકારની હોય છે. ગીતકલા-સંગીત વગેરેમાં નિપુણતા પ્રાપ્ત કરવી તે છે ૫. વારિત્રકલા તત, વિતત વગેરે વાજિત્રોને વગાડવા તે છે ૬. સ્વરકલા-ષડજ, 2ષભ વગેરેનું જ્ઞાન મેળવવું તે છે ૭. પુષ્કરગત કલા-મૃદંગ, મુરજ વગાડવા તે છે, જો કે આ કલા વાજિંત્રકલાની અન્તભૂત થઈ જાય છે પણ છતાંએ આને જે સ્વતંત્ર રૂપમાં જુદી કલા ગણે છે તેનું કારણ આ છે કે આ કલાનું સંગીત કલામાં અતીવ મહત્ત્વપૂર્ણ સ્થાન છે ૮. ગીત વગેરેને જે માનકાલ હોય છે તેનું નામ તાલ છે, આ તાલનું જે વિજ્ઞાન છે તે સમતાલ વિજ્ઞાન છે ૯ જુગાર રમવાની કુશળતાનું નામ ધૂતકલાઈ ૧૦. જનવાદ પણ એક જાતને વિશેષ જુગાર છે ૧૧. પાસાએથી જુગાર રમવામાં વિશેષ નિપુણતા મેળવવાનું નામ “પાશકલા છે ૧૨, સારિકલ ધ્રતરૂપ અષ્ટાપદકલા હોય છે૧૩. નગરની નિર્માણકલા પરિકૃત્યકલા છે ૧૪, ઉદક (પાણી)માં મળેલી માટીને જે દ્રવ્યથી જુદી પાડી શકાય તેનું જ્ઞાન થવું અને તેને સંબંધ કરાવીને પાણી અને માટીને જુદા જુદા કરવા આ દકમૃત્તિક કલા છે. જેમકે નિર્મલી-ફટકડી નાખીને ગંદા પાણીને સાફ કરવામાં આવે છે ૧૫. ભોજન તૈયાર કરવાની કુશળતાનું નામ અન્નવિધિ કલા છે ૧૬ જમીનને જોઈને અહીંથી પાણી નીકળશે આ જાતના વિજ્ઞાનનું નામ પાનવિધિ કલા” છે. ૧૭ વસ્ત્રોના નિર્માણની કુશળતાનું નામ અથવા તો વસ્ત્રને સુંદર ઢંગથી પહેરવાની કળાનું નામ વસુવિધિ કળા છે. ૧૮ શરીરની ઉપર ચન્દન વગેરેને લેપ કરવાની કુશળતાનું નામ વિલેપનવિધિ છે. ૧૯ પર્ઘકાદિ વિષયકજ્ઞાન થવું એટલે કે આ જાતને પલ્ય; શુભ હોય છે, આ જાતને પથંક શુભ નથી હોતે આવું જ્ઞાન થવું, આનું નામ શયનવિધિ કલા છે. ૨૦માત્રાવાળા છંદોનું નિર્માણ કરવું તે આર્યાકલા.૨૧ ગૂઢ આશયયુક્ત પદ્યની નિર્માણકળા પ્રહેલિકા–કલા છે. ર૨ ભાષા છન્દ વિશેષનું નામ માગધિકા છે. એની નિર્માણ કુશળતા માગધિક કલા છે. ૨૩ નિદ્રા આવવાની વિદ્યાનું જ્ઞાન થવું તે “નિદ્રાયિકા કલા છે. આ કલાને જાણનારને ખીજાને આ કલાના પ્રભાવથી નિદ્રામગ્ન કરે છે૨૪. ગાથા અને ગીતિકા આ બન્ને કલાએ આર્યાનાજ ભેદરૂપમાં છે. ૨૫-૨૬.શ્લેક રચનામાં કુશળતાનું નામ શ્લેક કલા છે. આનું બીજુ નામ કવિત્વકલા પણ છે ૨૭ હિરણ્ય યુકિત ચાંદી બનાવવાની કલા, ૨૮ સુવર્ણને યુકિત-સનું બનાવવાની કળા ૨૯ આભરણવિધિ-આભૂષણેને બનાવવાની વિધીને જાણવી તે આભરણવિધિ કલા છે ૩૦. સ્ત્રીઓના વર્ણાદિકમાં વૃદ્ધિવિધાન જાણવું તે તરૂણી પરિકર્મકલા છે૩૧. સ્ત્રીઓના શુભાશુભ લક્ષણો જાણવાં તે સ્ત્રીલક્ષણ કલા છે. પુરૂષ લક્ષણે જાણવા એ પુરૂષ લક્ષણ કલા છે ૩૩. એ બન્ને કલાએ સામુદ્રિકશાસ્ત્રની સાથે સંબંધ રાખે છે. ઘેડા-હાથી-કુકકુટ-છત્ર-ચક્ર-દંડ-આસિ–(તરવાર) એ સહિતના શુભાશુભ લક્ષણે જાણવા તેના નામે છે તે કલા વિશિષ્ટ સમજવા ૩૪-૪૦૨નાદિકની પરીક્ષા તે મણિલક્ષણ કલા છે૪૧. કાકિણી કલામાં–ચક્રવતીના રત્નવિશેષની પરીક્ષા તેના લક્ષણોના
શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૨
૧૬૧