________________
કલ્પા નગરીની બહાર આ પ્રશાલવન નામે ઉદ્યાનમાં યથારૂપ અવગ્રહ-(વનપાલકની આજ્ઞા) ને મેળવીને સંયમ અને તપવડે પિતાના આત્માને ભાવિત કરતા વિરાજમાન છે. તે જ્યારે એવા ભગવંતેનાં નામ અને ગેત્રના શ્રવણથી પણ જીવને પોતાના જીવન કાળમાં મહાફળની પ્રાપ્તિ થાય છે, તે તેમની પાસે જવું, તેમને વંદન કરવું, તેમને નમસ્કાર કરવા, તેમને પ્રશ્નો કરવા અને તેમની પર્યપાસના કરવી. વગેરેથી તો ચોક્કસપણે મહાફળની પ્રાપ્તિ થાય જ છે તેમાં ના લગીરે શંકાને સ્થાન નથી. તેમજ આર્ય વડે ઉપદેશાયેલા ધર્મસંબંધી એક પણ સુવચનને સાંભળવાથી જ્યારે મહાફળની પ્રાપ્તિ થાય છે ત્યારે આર્યક્ત સુવચનને ગ્રહણ કરવાથી શું જીવને મહાફળની પ્રાણી નહીં થતી હોય અર્થાત્ ચક્કસપણે તેને મહાફળની પ્રાપ્તિ થાય જ છે એટલા માટે હું શ્રમણ ભગવાનની સ્તુતિ કરૂં, ત્યાં જઈને તેમને નમસ્કાર કરું, અંજલિ વગેરે બનાવીને તેમનો સત્કાર કરું. ગ્ય પ્રતિપત્તી વડે તેમને આરાધું કેમકે તેઓ કલ્યાણકારી હોવાથી કલ્યાણ સ્વરૂપ અને દુરિત પશમક એટલે કે પાપોને નષ્ટ કરનારા હોવાથી ચિત્ય-જ્ઞાન સ્વરૂપ, અને ત્રણે લોકોના અધિપધિ હોવાથી દેવ સ્વરૂપ છે. એથી હું તેઓશ્રીની સેવા કરું આ બધા પવિત્ર કામે મારા માટે બીજા ભવમાં કલ્યાણ માટે સુખને માટે સમુચિત સુખ સામર્થ્યને માટે મોક્ષ માટે અનુસરવા યોગ્ય હોવાથી ભવ પરંપરાનુંબંધી સુખ માટે હેતુ રૂપ થશે. આ પ્રમાણે ઈષ્ટ સમજીને તેણે વિચાર કર્યો, આ રીતે વિચાર કરીને પછી તેણે આભિગિક દેવને-આજ્ઞાકારી દેનેબાલાવ્યા-અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનપ્રિયે ! મેં જે જે કારણથી પ્રેરાઈને તમને અત્રે બોલાવ્યા છે, તે આ પ્રમાણે છે કે શ્રમણ ભગવાન મહાવીર જબૂદ્વીપના દક્ષિણ ભારત ક્ષેત્રમાં આમલક૯પા નગરીની બહાર આમ્રપાલવન
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૨૩