________________
વગેરેનું પણ વર્ણન કરવામાં આવે છે. તે શું તે પણ અમારા માટે ગ્રાહ્ય છે ? હકીક્તમાં તો અમારા માટે “આજ્ઞા ધર્મ” એજ સત્ય સિદ્ધાન્ત છે. પણ દેવોનો જિતવ્યવહાર હોય છે. તેઓ ખડગ વગેરે શસ્ત્રોની, સ્તંભની અને પુત્તલિકાઓની પણ પૂજા કરે છે. તો શું અમે પણ તે પ્રમાણે જ કરીએ? નહિ અમારા માટે તે આ બધું ત્યાજય છે વધારે શું કહીએ. રજતરૂપ માનીને શુક્તિમાં પ્રવૃત્ત થયેલી વૃત્તિ શુકિતને જ વિષય કરે છે. પ્રાપ્ત કરે છે, રજતને નહિ. કેમકે શક્તિમાં જ રજતનું આરોપણ કરવામાં આવ્યું છે. એથી આરોપ્રમાણ રજનરૂપ વસ્તુની પ્રાપ્તિનો ત્યાં અભાવ જ રહે છે. અથવા જેમ રજૂમાં સવિને આરોપ કરવાથી “તત્ર સર્ચ સર્ષ” એવી પ્રતિતી થાય છે અને છેવટે ત્યાં તદનુસાર પ્રવૃત્તિ કરવાથી રજજુથી જ નિવૃત્તિ થાય છે, સર્ષથી નિવૃત્તિ થતી નથી આ પ્રમાણે સૂર્યને બપોરના તાપમાં મૃગને પાણીની તરસ લાગવાથી તે તદનુસાર અનુસંધાન કરે છે છતાંએ તેને જલ પ્રાપ્ત થતું નથી. અને તેની તૃષા પણ શાંત થતી નથી. આ પ્રમાણે જ ભૂખથી પીડિત વ્યક્તિ ને સ્વપ્નમાં મોદક વગેરે ખાવા મળે છે છતાં એ તૃપ્તિ મળતી નથી, તેની ભૂખ મટતી નથી. આ પ્રમાણે જ મૂતિમાં ભલે તે પછી માટીની હોય કે પાષાણની હોય કે રત્નાદિકની બનેલી હોય. જિનવના આરોપમાં પણ વાસ્તવમાં આરોપમાણ જિનતત્વની તે મૂર્તિમાં અસદ્દભાવના હોવાથી ઉપલબ્ધિ થતી નથી. એથી જ અવિદ્યમાન જિનવરૂપ ધર્મવાળી મૂર્તિની બહાર વારંવાર સેવા કરવાથી, પૂજનથી અને વંદનથી જીવને સ્વાભીષ્ટની સિદ્ધિ કેઈપણ રીતે થતી નથી. ગાય વગેરેના ચિત્રેથી શું દૂધ વગેરેની પ્રાપ્તિ થાય છે ? શુષ્ક આમ્ર વગેરે વૃક્ષોથી પણ કોઈ મોટામાં મોટો વિદ્વાન પણ ફળ મેળવી શકે છે? આ પ્રમાણે સર્વથા અસતકલ્પ જિનમૂર્તિની પૂજા વગેરેથી કોઈપણ જાતનાફળની પ્રાપ્તિ થતી નથી. અસવસ્તુની પ્રરૂપણું માટે વધારે શું કહીએ. અનુગદ્વારમાં ભગવાને કહ્યું છે કે નામ સ્થાપના નિરર્થક છે. સૂ૦ ૯૩ છે.
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧