________________
करणिज्ज १ कि मे पुनि सेयं १, किं मे पच्छा सेयं, किं मे पुचि पि पच्छा વિ દિg, સુહાણ, માખ, નિસેચાણ કાણુ મિચત્તાણ વિસરુ ?) મારા માટે પૂર્વકરણીય શું છે? પશ્ચાત્ કરણીય શું છે? મારે પહેલાં શું કરવું જોઈએ? અને ત્યારપછી શું કરવું જોઈએ. કે જે મારા હિત માટે હોય. સુખ માટે હેય ક્ષેમ માટે હોય, કલ્યાણ માટે હોય અને પરંપરા સુખસાધન માટે હોય?!
ટીકાથ-તે કાળે ચોથા આરકની અંતિમ ભાગમાં અને તે સમયમાં કે જ્યારે સૂર્યાભદેવ સૂર્યાભવિમાનમાં, ઉપપાતસભામાં, દેવદૂષ્કાન્તરિત દેવશય્યામાં સૌ પ્રથમ અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્ર અવગાહના માત્રથી જન્મ પામી ચૂક્યો હતે. અને આમ થઈને તે જ્યારે પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્તિભાવને પર્યાપ્ત અવસ્થાને–પ્રાપ્ત થઈ ચૂકી હતું ત્યારે તેના મનમાં આ જાતને સંકલ્પઉત્પન્ન થયે કે પાંચ પ્રકારની પર્યાપ્તિઓ આ પ્રમાણે છે આહાર પર્યાદિત શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, આન પ્રાણ પર્યાપ્તિ, તથા ભાષામન પર્યાપ્તિ આહાર પુદ્ગલોને ગ્રહણ કરવામાં અને તેમને પરિમિત કરવામાં હેતુભૂત જે જીવની શક્તિ છે તેનું નામ આહારપર્યાપ્તિ છે. અનુકૂળ વૈક્રિય શરીર પ્રાપ્તિની જે હેતુભૂત શક્તિ છે તે શરીરપર્યાપ્તિ છે. શરીરરૂપથી પરિણત થયેલા આહારને ઇન્દ્રિયયરૂપથી પરિણમિત કરનારી હેતુભૂત શક્તિનું નામ ઈદ્રિય પર્યાતિ છે. શ્વાસોચ્છવાસ ગ્રહણ કરનારી હેતભૂત શક્તિનું નામ આનપ્રાણ પર્યાપ્તિ છે. ભાષા યોગ્ય વર્ગણના દલિકોને ભાષારૂપથી મને યોગ્ય વર્ગણાના દલિકોને મનરૂપથી પરિણમિત કરનારી હેતુભૂત શક્તિનું નામ ભાષામનઃ પર્યાપ્તિ છે. અહીં જે ભાષા અને મન આ બે પર્યાપ્તિએનું એક સ્વરૂપમાં જે કથન કરવામાં આવ્યું છે તેનું કારણ
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૨૨૮