________________
કે તેથી સરળતા પૂર્વક આવજા થઈ શકે છે. ઘણા જાતીય મણિઓથી સારી રીતે બનાવવામાં આવેલા તીર્થો-અવગાહન સ્થાને-થી તે યુક્ત છે. ચાર ખૂણાઓથી એ યુક્ત છે. એમના જળસ્થાનો અનુક્રમે ઊંડા થતાં ગયાં છે. અને શીતળ જળથી યુક્ત છે. જલાચ્છાદિત પદ્મપત્ર, વિસ, મૃણાલથી એ યુક્ત છે. એમનામાં ઉત્પલ ચન્દ્રવિકાસી વિશેષ કમળા–છે, કુમુદો—ચન્દ્રવિકાસી સફેદ કમળ છે, નલિને-મેટી મેટી દાંડીઓવાળા કમળો–છે, સુભગ ઉત્તમ સુવાસથી યુક્ત કમળો–છે, સુભગ– સૌગધિક કમળનું નામ “કહાર પણ છે,પુંડરીક સફેદ કમળ છે, શતપત્ર–શતસંખ્યકપત્ર યુક્ત કમળો છે, સહસ્ત્રપત્ર-હજાર સંખ્યા જેટલા પત્રો વાળા કમળા પણ છે, કહેવાને હેતુ એ છે કે એ સર્વે જળાશયો ઘણાં ઉપલ-સામાન્ય કમળ, કુમુદ, –રાત્રિ વિકાસી કમળ વગેરેથી યુક્ત છે, ષડ્રપદપરિભુજમાન કમળ-એમાં જે કમળો છે તે ભ્રમર પંક્તિઓથી યુક્ત છે, ભ્રમરો એમનું રસાસ્વાદન કરતા રહે છે. એમાં જે જળ ભરેલું રહે છે તે સ્વરૂપતા આકાશ અને સ્ફટિકમણિ જેવું નિર્મળ છે તેમજ બહારથી આવતા મળથી-કચરા વગેરેથી રહિત છે, એમાં ઘણું મછો, કચ્છપ આમ તેમ ફરતા રહે છે, તેમજ ઘણું પક્ષીઓનાં જેડ સર્વદા એમના જળને સંચાલિત કરતા રહે છે. એ વાવ વગેરે જળાશયોમાંથી દરેકે દરેક જળાશયાવનખંડથી પરિવ્યાપ્ત છે. પરિવેષ્ટિત છે. એમાના કેટલાક જળાશયે દ્રાક્ષાસવ વગેરે જેવાં પાણી વાળાં છે. કેટલાંક વાદક-વાણી (મદિરા) ના જેવાં પાણીવાળાં છે, જ્યારે કેટલાંક ક્ષીરાદક દૂધ જેવાં પાણીવાળા છે, કેટલાક વૃદક ઘી જેવાં જળથી યુક્ત છે, કેટલાક દેદક–શેરડીના રસ જેવા જળથી યુક્ત છે, કેટલાક સ્વભાવિક જળરૂપ રસથી યુક્ત છે, એ સર્વે જળાશયે પ્રાસાદીય દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. વાપી (વાવ)થી માંડીને ફૂપરૂપ બિજ સુધીના દરેકે દરેક જળાશયની ચારે દિશાઓમાં એટલે કે દરેક જળાશયની ચારે તરફ સુંદર સુંદર ત્રણ ત્રણ સો પાન પંક્તિઓ છે. આ દરેકે દરેક સંપાનપંક્તિત્રોનું વર્ણન આ પ્રમાણે છે-વરત્નના એમના નેમ–ભૂમિભાગથી બહાર નિકળેલા પ્રદેશે છે, આ ત્રિસેપાનેનું વર્ણન ૧૨ માં સૂત્રમાં કરવામાં આવ્યું છે. ત્રિપાન પ્રતિરૂપકોના દરેકે દરેક ત્રિસેપાનના તેરણાની ધ્વજાઓનું તેમજ છત્રાતિછનું કથન સમજવું જોઈએ. આ સર્વેનું વર્ણન ૧૪ માં સૂત્રમાં કરવામાં આવ્યું ! સૂ૦ ૬૪
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૮૦