________________
દેવદ્ધિ–દેવસમૃદ્ધિ, દિવ્ય–દેવઘુતિ–દેવપ્રકાશ, દિવ્ય દેવાનુભાવ–દેવપ્રભાવ આ બધાં ક્યાં લુપ્ત થઈ ગયાં ? કયાં પ્રવિષ્ટ થઈ ગયા ? ગૌતમના આ જાતના પ્રશ્નને સાંભળીને ભગવાન મહાવીરે તેમને આ પ્રમાણે કહ્યું કે હે ગૌતમ! તેના તે સર્વ દેવદ્ધિ વગેરે સૂર્યાભદેવના શરીરમાં જતાં રહ્યાં છે, તેમાં પ્રવિષ્ટ થઈ ગયાં છે એટલે કે શરીરમાં અન્તર્લીન થઈ ગયાં છે. આ સાંભળીને ગૌતમે ફરી પ્રભુને આ જાતને પ્રશ્ન કર્યો કે હે ભદંત! આપશ્રી આમ શા કારણથી કહો છે કે સૂર્યાભદેવના તે સર્વ દેવદ્ધિ વગેરે સર્વ તેના શરીરમાં જતા રહ્યાં, તેમાં અન્તર્લીન થઈ ગયાં ? તેના જવાબમાં પ્રભુ તેમને કહે છે કે ગૌતમ! તે દેવદ્ધિ વગેરે સર્વ નીચે મુજબના દૃષ્ટાંત પ્રમાણે તેના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયા–તેમાં અતલન થઈ ગયાં જેમ કોઈ એક પર્વતશિખરના આકાર જેવી શાળા હોય અથવા તે શિખરની આકૃતિથી યુક્ત શાળા હોય અને તે અંદર બહાર બંને તરફ છાણ વગેરેથી લિસ હોય, ગુસા–એટલે કે બહાર પ્રાકાર -દીવાલથી પરિણિત હોય, ગુપ્ત દ્વારા વાસેલાં બારણાથી યુક્ત હોય, નિવાતા–પવન જેમાં પ્રવેશી શકતો ન હોય એવી તેમજ નિવાત ગંભીરા–પવન રહિત હોવા બદલ ગંભીર –વિશાળ હોય કુટાકાર શાળાની પાસે વધારે દૂર પણ નહિ તેમજ વધારે નજિક પણ નહિ–એવા ચગ્ય સ્થાને માણસનું ટેળું બેઠું હોય-રહેતું હોય, હવે તે ટાળું એક ભારે અભ્રવાદંલક-આકાશના મેઘને, કે જે વૃષ્ટિ માટે તૈયાર હોય જુએ છે અથવા તે સામે આવતી પ્રચંડ આંધીના પ્રવાહને જુએ છે–તે આવુ જોવાની સાથે જ તે ટેળું ફટાકાર શાળાની અંદર પ્રતિષ્ટ થઈ જાય છે તેમજ તે દિવ્ય દેવદ્ધિ વગેરે સર્વે સૂર્યાભદેવની અંદર પ્રવિષ્ટ થઈ ગયાં છે. એટલા માટે જ હે ગૌતમ! મેં આ પ્રમાણે કહ્યું છે કે સૂર્યાભદેવની તે સર્વ દેવદ્ધિ વગેરે તેના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગયાં છે અનલન થઈ ગયા છે. સૂ. ૫૧
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૩૮