________________
કકેતન વગેરે રત્નોની તેમજ નિર્મળ અને ભાગ્યશાળી ઉપભોક્તા યોગ્ય અથવા તે ઉત્સવના અવસર માટે યોગ્ય, બહુ જ સરસ રીતે સ્વચ્છ બનાવેલા એટલા માટે ચમકતા એવા બહુમૂલ્ય આભરણે થી તેમજ કરમૂલભૂષણ રૂપ કટકેથી અને બહુભૂષણ રૂપ ત્રુટિતથી આ પ્રમાણે અનેક જાતના મણિકનક રત્નો વગેરેથી ઉજજવળ હતી. ચમકતી હતી, પીવર-પુષ્ટ-હતી અને દીર્ઘ લાંબી હતી. પ્રસારેલી એ જમણી ભુજામાંથી ૧૦૮ દેવકુમારો પ્રકટ થયા. એ દેવકુમાર સદશ-સરખા આકારવાળા હતા. આકારની દષ્ટિએ સરખાપણું હોવા છતાંએ કેટલાકમાં વર્ણની દષ્ટિએ સરખાપણું હોતું નથી. એથી અહીં એમ સમજવું નહિ. એ સર્વે વર્ણની દૃષ્ટિએ પણ સરખા વર્ણોવાળા, સમાન ત્વચા (ચામડી) વાળા, કેટલાક વળી એવા પણ હોય છે કે જે વર્ણની દૃષ્ટિએ સરખા હોવા છતાંએ વયની દષ્ટિએ પણ સમાન હતા. વય (ઉંમર) ની દષ્ટિએ સરખા હોતા નથી તેથી અહીં એમ સમજવું કે તેઓ સર્વે વયની દૃષ્ટિએ પણ સરખા હતા વયની દષ્ટિએ સમાનતા હોવા છતાં કેટલાકમાં લાવણ્ય વગેરેની અપેક્ષાએ સરખાપણું થતું નથી. તે અહીં એવી વાત સમજવી નહિ. એઓ સર્વે લાવણ્ય વગેરેની દષ્ટિએ પણ સરખા હતા. મોતીઓમાં કાંતિ રૂપે જે પદાર્થ ઝળહળે છે તે લાવણ્ય કહેવાય છે. કેઈએ કહ્યું છે કે “મુવાજી છાયાવાઃ” વગેરે રૂપ આકારનું નામ છે, યૌવન, તારુણ્યનું નામ છે. એ સર્વે એ બધા રૂ૫ ગુણોથી યુક્ત હતા અથવા તે લાવણ્ય વગેરેથી અને દક્ષિણ્ય વગેરે ગુણોથી એ યુક્ત હતા. એઓ સવે એ એક જ આકારના નાટ્યપકરણ રૂપ આ ભરણેને તેમજ વસ્ત્રો ધારણ કરેલાં હતાં અને જે ઉત્તરીય વસ્ત્ર એમણે ધારણ કરેલું હતું તે બંને છેડાએથી કમરની બંને બાજુ બે બાંઘેલું હતું. ભાલમાં તિલક અને તેમણે મસ્તક ઉપર મુકુટ ધારણ કરેલ હતા. તેઓ બધાના ગળામાં હાર હતા. અને શરીર ઉપર અંગરખાએ પહેરેલા હતા કમરમાં તેમણે જે વસ્ત્ર બાયું હતું. તે વિચિત્રવર્ણ વાળું હતું એટલે કે વિચિત્રવણ વાળા વસ્ત્રથી
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૧૧૨