________________
ટીકર્થ –ભગવાન મહાવીર સ્વામીના કહ્યા પછી એટલે કે તે સૂર્યાભદેવને જ્યારે મહાવીર પ્રભુએ આ પ્રમાણે કહ્યું કે તમે ભવસિદ્ધિક વગેરે વિશેષણથી યુક્ત છે ત્યારે તે સૂર્યાભદેવ હૃષ્ટતુષ્ટ ચિત્તાન દિત થયે પરમ સીમનસ્થિત થયો, પ્રીતિન વાળો થયો અને હર્ષથી હર્ષિત હૃદય વાળા થયે. આ સર્વ પદની વ્યાખ્યા તૃતીય સૂત્રમાં કરવામાં આવી છે. ત્યાંથી જ જિજ્ઞાસુઓએ જાણી લેવું જોઈએ. આ રીતે હર્ષાતિરેકથી હર્ષ પામેલા તે સૂર્યાભદેવે શ્રમણ ભગવાન મહાવીરને વંદન કર્યા. તેઓશ્રીને નમસ્કાર કર્યા. વંદના તેમજ નમસ્કાર કરીને પછી તે તેઓશ્રીને આ પ્રમાણે વિનંતી કરતાં કહેવા લાગ્યો કે હે ભદંત ! આપશ્રી પતાને કેવળજ્ઞાન વડે સર્વ જીવ વગેરે દ્રવ્યોને જાણે છે અને કેવળ દર્શનથી તે સર્વ દ્રવ્યોને પ્રત્યક્ષરૂપમાં જુઓ છો. આ રીતે સમસ્ત જીવાદિક વગેરે વિષે આપનું જ્ઞાન છે. તે સૂર્યાભદેવે આ પ્રમાણે કહ્યું સર્વ શબ્દ દેશ સાકલ્ય સંપૂર્ણ તામાં પણ પ્રયુક્ત થયેલ લેવામાં આવે છે જેમકે આ સર્વ ગ્રામન અધિપતિ છે. અહીં સર્વ શબ્દ દેશ સાકલ્યમાં પ્રયુક્ત થયેલ છે કેમકે તે સંપૂર્ણ ગ્રામને અધિપતિ નથી પણ અર્ધા ગ્રામને જ અધિપતિ છે છતાંએ આ પ્રમાણે કહેવાય છે કે તે આખા ગ્રામને અધિપતિ–માલીક–છે. તે અહીં સર્વ શબ્દ આ અર્થ પ્રયુક્ત થયેલ નથી. નહીંતર પ્રભુમાં સકલ પદાર્થ જ્ઞાન દર્શન સંપન્નતા સિદ્ધ થઈ શક્ત જ નહિ. આ વાતની પુષ્ટિ માટે જ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે આપશ્રી ઉર્વ અધો લેકમાં તેમજ અલોકમાં વિદ્યમાન સર્વ પદાર્થને જાણે છે અને જુઓ છો. એથી સૂર્યાભદેવે પ્રભુના જ્ઞાનને સમસ્ત ક્ષેત્રને વિષય કરનાર બતાવ્યું છે. એવું પણ થઈ શકે કે જે જ્ઞાન દર્શન સમસ્ત દ્રવ્યને તેમજ સમસ્ત ક્ષેત્રને વિષય બનાવનાર હોય છે–તે ફક્ત વર્તમાન કાળને લઈને જ વિષય બનાવતા હોય–તે આવું જ્ઞાન દર્શન મહાવીર પ્રભુનું નથી. પણ તે સર્વ
શ્રી રાજપ્રક્ષીય સૂત્ર: ૦૧
૧૦૫