________________
ગુણનિર્વત્તાધિકરણ-કાષ્ઠકર્મ, પુસ્તકર્મ અને ચિત્રકર્મ આદિ છે, અર્થાત્ કાષ્ઠ, માટી આદિથી ચિત્ર વગેરેની રચના કરવી તે ઉત્તરગુણનિર્વના છે. કાષ્ઠથી રથ, પુતલી આદિનું બનાવવું તે કાષ્ટકમ છે, માટી આદિથી સ્ત્રી-પુરુષ આદિના ચિત્રામણ (આકૃતિ) બનાવવી તે પુસ્તક છે, ફેટ વગેરે બનાવવું તે ચિત્રકર્મ છે. એ પ્રમાણે લેખકર્મ, પત્રચ્છેદ્યકર્મ, જલકર્મ અને ભૂકર્મ આદિ સમસ્ત ચિત્રામણ ક્રિયાઓને ઉત્તરગુણનિર્વાધિકરણ સમજી લેવું જોઈએ. તલવાર આદિમાં જે મારવાની યોગ્યતા છે, અથવા તલવાર આદિની જે રચના છે, તે મૂલગુણનિર્વત્તના છે. તેમાં તીણતા, ઉજવળતા આદિની રચના તે ઉત્તરગુણનિર્વસ્તૃના છે.
(૨) નિક્ષેપાધિકરણ આ પ્રમાણે છે –વસ્તુને રાખવાનું નામ નિક્ષેપ છે, અજીવ પદાર્થ જ રાખવા એગ્ય છે, નિક્ષેપરૂપ જે અધિકરણ છે તે નિલેષાધિકરણ છે. તે ચાર પ્રકારનાં છે-(૧) અપ્રત્યુપેક્ષિત-નિક્ષેપાધિકરણ, (૨) દુબમાર્જિત-નિક્ષે પાધિકરણ, (૩) સહસા-નિક્ષેપાધિકરણ, અને (૪) અનાગ–નિલેષાધિકરણ
નજરે બરાબર જોયા વિના જમીન ઉપર, રાખવા ગ્ય વસ્ત્ર અને પાત્રાદિક ઉપકરણને રાખવું તે અપ્રત્યુપેક્ષિત-નિક્ષેપાધિકરણ છે (૧). સારી રીતે જોયું હોય તે પણ સારી રીતે પૂજ્યા વિના અથવા તે પૂજ્યા વિનાના સ્થાન પર વસ્ત્રપાત્રાદિક રાખવાં, યતનારહિત થઈને કઈ પણ વસ્તુ રાખવી તે પ્રમાજિતનિક્ષેપાધિકરણ છે. વસ્ત્ર-પત્રાદિક રાખવા ગ્ય સ્થાનને ઓછામાં ઓછું ત્રણ વખત રજોહરણ વડે પૂજવું જોઈએ, ત્યારે તે સુપ્રમાર્જિત થાય છે. તેમ કર્યા વિના તે દુપ્રભાજિત છે (૨). પ્રતિલેખના અને સારી રીતે પ્રમાર્જના કર્યા વિના જમીન ઉપર શક્તિના અભાવથી સહસા-એકદમ વસ્ત્ર–પાત્રાદિકને રાખી દેવું તે સહસા–નિક્ષેપાધિકરણ છે (૩). અત્યંત વિસ્મૃતિ તદ્દન ભૂલી જવું, તેનું નામ અનાભોગ છે. જેથી કરીને એટલી યાદી પણ નથી રહેતી કે-મારે આ વસ્ત્ર–પાત્રાદિકને સારી રીતે પ્રતિલેખના–પડિલેહન અને પ્રમાર્જિત કરેલા સ્થાન પરજ રાખવાં જોઈએ; તેના દ્વારા જે તેનો નિક્ષેપ કરવામાં આવે છે તે અનાભોગ-નિક્ષેપધિકરણ છે, અર્થાત–કઈ પણ વસ્તુને એગ્ય સ્થાન પર નહિ રાખતાં પ્રતિલેખિત કર્યા વિના અને પ્રમાજિત કર્યા વિના ગમે ત્યાં રાખી દેવું તે અનાગ-નિક્ષેપાધિકરણ છે (૪)
(૩) સંગાધિકરણ-મેળવી દેવું તેનું નામ અથવા તે બે વસ્તુને એકમેક કરી દેવું તેનું નામ સંગ છે. સંગરૂપ જે અધિકરણ છે તે સંયેગાધિકરણ છે, તેના પણ બે પ્રકાર છે-(૧) ભક્ત પાન-સંયેગાધિકરણ, (૨) ઉપકરણ-સંયેગાધિકરણ. અશન, ખાદ્ય અને સ્વાદ્યના ભેદથી ભક્તના ત્રણ પ્રકાર છે. પાત્રમાં અથવા મુખમાં વ્યંજન, ગોળ, ફળ અને શાક આદિની સાથે ભક્ત–ભેજનને મેળવી દેવું, અથવા ભજનને તેની સાથે એકત્રિત કરી દેવું તે ભકતસંગાધિકરણ છે. એ પ્રમાણે પીવા ગ્ય દ્રાક્ષ, દાડમ આદિને રસ, તેમજ અન્ય પ્રાસુક પાણી, આરનાલ-કાંજી આદિને ખાંડ, સાકર અને મરી
શ્રી વિપાક સૂત્ર