________________
વાજાથી નગરમાં પ્રવેશ કર્યાં, પ્રવેશ કર્યાં ત્યારે તેણે એક એવા પુરુષને જોયા કે જેને પેાતાના શરીરમાં ખજવાલ આવતી હતી, તમામ શરીરમાં કેઢ થયેલેા હતે. બે પેટ જેવ ુ તેનું પેટ હતુ. અર્થાત્ જલેાદર રોગથી પીડાતા હતેા. જેને ભગંદર થયેલું હતુ. ખવાસીરના રોગની પીડાથી બહુજ દુ:ખી હતે, ખાંસી જેને વારંવાર આવતી હતી, શ્વાસના રોગથી જેના ક્રમ ઘુંટાતા હતા. તમામ શરીરમાં જેને સાજો થયા હતા, મેહું સૂજીને જેનું ખુલી ગયુ હતું, હાથ પગ જેનાં તમામ સૂજીને પુલી ગયા હતા, હાથ-પગની આંગળીએ જેની ખરી પડી હતી, જેનાં નાક-કાન તમામ સડી ગયાં હતાં, સડેલા અને બગડેલા àાહી તથા પરૂથી જેના શરીરમાં ‘થિવિ—થિવિ” જેવા શબ્દો થતા હતા, જેના સડેલા ઘાના અગ્રભાગમાંથી કીડા ટપકતા હતા, અને પરૂ પણ વહેતુ હતુ, લાળથી મુખ જેનું ભર્યું હતું, નાક-કાન સડી જવાથી જેનાં ખરી પડ્યાં હતાં, પરૂ અને બગડેલા લેહી, અને કૃમિએ ના ઢગલાનું વારંવાર વમન કરતા હતા. જે આ પ્રમાણે કષ્ટકારી-કરૂણાજનક દુ.સ્વર-દુઃખ ભર્યાં ધ્વનિથી અવ્યકત (કાઇ સમજે નહિ એવા) શબ્દો ખાલતા હતા કે જેને સાંભળીને હરકેાઇ માણુસના મનમાં દયા આવી જતી હતી, માખીએનાં ટોળાં જેના ચારેય માજી ભણુ–ભણાટ કરતા તેની પાછળ ફરતા હતા; ભયંકર માથાની પીડાથી જેનું માથું ફૂટી જતું હતું, કન્થાધારી ભિક્ષુની માફક ફાટેલા શણુના ટુકડા જેણે આઢયા હતા, ખાવા અને પાણી પીવા માટે જેણે પેાતાના હાથમાં માટીના વાસણના એ ટુકડા લીધા હતા, શરીર નિર્વાહ માટે ઘર-ઘર ભિક્ષા માગતા ફરતા હતા તેને ગૌતમસ્વામીએ જાયે, તે પછી ભગવાન ગૌતમસ્વામી ભિક્ષા માટે નગરનાં ઉચ્ચ-નીચ આદિ કુલેમાં ફ્રીને ચથા પર્યાપ્ત ભિક્ષા—આહાર ગ્રહણ કરી પાટલીખંડ નગરથી નીકળીને પોતાના સ્થાન પર આવ્યા અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પ્રાપ્ત આહાર ખતાવીને ભગવાનની આજ્ઞાથી—સ જેમ દરમાં પ્રવેશ કરતી વખતે દરના બન્ને ભાગેાને નહિ અડતાં સીધે દરમાં પ્રવેશ કરે છે, ખરાખર તે જ પ્રમાણે પેાતાના મુખમાં સ્વાદની અભિલાષાથી મુખની બન્ને-ખાજી આમ-તેમ નહિ ફેરવતાં આહાર કર્યાં. પછી તપ અને સંચમથી પેાતાના આત્માને ભાવિક કરતા થકા વિચરવા લાગ્યા અર્થાત પેાતાના જ્ઞાન-ધ્યાનમાં લાગી ગયા. (સૂ॰ ૨)
શ્રી વિપાક સૂત્ર
૧૮૭