________________
અપાયેલ પઠ, ફલક આદિનો ઉપયોગ કરતા નથી. અન્યની નિંદા કરતું નથી અન્યના દેશે તરફ નજર નાખતો નથી બીજાનું નિમિત્ત બતાવીને પિતાને માટે તથા અન્યને માટે હોઈ પણ વસ્તુ લેતા નથી, ગુર્નાદિક સાથે તેમના શિષ્યાદિર્કમાં ભેદભાવ પડાવતો નથી, અભયદાન આદિ દઈને, વૈયાવૃત્ય કરીને જે પાછળથી પસ્તા નથી, સંગ્રહશીલ હોય છે–સંવિભાગકારી હોય છે, શિષ્યાદિરૂપ સંપત્તિ વધારવામાં કુશળ હોય છે, એ સાધુ જ આ મહાવ્રતને આરાધક થઈ શકે છે. તે આચાર્ય આદિની જે વૈયાવંચ કરે છે તેમાં તેનો હેતુ પિતાના જ્ઞાનની વૃદ્ધિ તથા કર્મોની નિર્જરા કરવાનું જ હોય છે. વૈયાવૃત્ય આચાર્ય આદિ દસ પ્રકારનાં સેવાને પાત્ર સ્થાન હોવાથી દસ પ્રકારનું છે. સૂત્રમાં જે કે ચૌદ પ્રકારનાં વૈયાવૃત્યના સ્થાન બતાવ્યાં છે પણ અત્યંત બળ અને દુર્બળ સાધુઓને સમાવેશ ગ્લાનમાં. અને ક્ષપક અને પ્રભાવક સાધુઓને સમાવેશ આચાર્યમાં કરી દેવામાં આવેલ છે, તેથી આ રીતે તેના દસ પ્રકાર જ થાય છે. મુખ્યત્વે જેનું કાર્ય આચાર અને વ્રત ગ્રહણ કરાવવાનું હોય છે તે આચાર્ય કહેવાય છે. મુખ્યત્વે જેનું કાર્ય મૂળ સૂત્રને અભ્યાસ કરાવવાનું હોય છે તે ઉપાધ્યાય કહેવાય છે. જે વિગય આદિના ત્યાગરૂપ તપ કરે છે તે તપસ્વી કહેવાય છે, જે નવદીક્ષિત થઈને શિક્ષણ પ્રાપ્ત કરવાને માટે ઉમેદવાર હોય છે તેને શૈક્ષ કહે છે. રોગ આદિથી જેનું શરીર ક્ષીણ થઈ ગયું હોય તેને પ્લાન કહે છે. એક જ દીક્ષાચાર્યના શિષ્ય પરિવારને કુલ કહે છે, જુદા જુદા આચાર્યોના શિષ્યરૂપ સાધુ જે પરસ્પર સહાધ્યાયી હોવાથી સમાન વાચનાવાળા હોય તે તેમના સમુદાયને ગણ કહે છે. ગણના સમુદાયને સંઘ કહે છે. જે પ્રવજ્યા ( દીક્ષા) ધારી હોય તે સાધુ કહેવાય છે. શ્રતલિંગ અને પ્રવચનમાં જે સમાન હોય તે સાધર્મિક કહેવાય છે. સૂત્ર ૪
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૦૭