________________
મંગલાચરણ
પ્રશ્નવ્યાકરણસૂત્રના ગુજરાતી અનુવાદ મગળાચરણ—
હું તે સિદ્ધ ભગવાનેાને હંમેશા નમસ્કાર કરૂ છું કે જે નિરજન અષ્ટક મળરૂપ અજનથી તદ્ન રહિત થઈ ગયાં છે, અને એ જ કારણે જે મુક્તિરૂપ ભવનની મધ્યમાં વિરાજમાન થયેલ છે, જેમને બતાવેલ સન્માર્ગે ચાલવાથી જીવાને સ્થિર સિદ્ધિરૂપી રાજ્યની પ્રાપ્તિ થાય છે. જેઓ પોતે અત્યંત વિશુદ્ધ ખની ગયેલ છે, અને સિદ્ધિ નામની ગતિને પ્રાપ્ત કરી ચૂકયાં છે. ॥ ૧ ॥
હુ' તે ગૌતમ ગણધરને મન, વચન અને કાયાથી નમસ્કાર કરૂ છું કે જેમણે તપસ્યાના પ્રભાવથી અનેક લબ્ધિયાને પ્રાપ્ત કરી છે, સુર અને અસુરો આવીને જેમને નમન કરે છે, જેમના પ્રભાવથી જીવેાના સંદેહ તથા મેાહુના નાશ થઈ જાય છે, જે શરીરની કાંતિથી જાજવલ્યમાન રહે છે, જે શાસનના દિવાકર સમાન છે, જે ભગવાન મહાવીરના અન્તિમ ગણધર છે, રાગાદિ દોષોથી જે તદ્ન વિશુદ્ધ અની ચૂકયા છે, જીવાની મુશ્કેલીઓને જે દૂર કરનારા છે, કેવળજ્ઞાનના પ્રભાવથી જેમણે સમસ્ત જીવાદિક વસ્તુઓને સારી રીતે જાણી લીધી છે, જે તેજવી છે તથા જેમણે મુક્તિ પ્રાપ્ત કરી લીધેલ છે. ॥ ૨ ॥
હું તે દયાળુ ગુરુવરને નમસ્કાર કરૂ છુ કે જેમનાં મનેહર ચરણુ, કમળનાં સમાન કામળ છે, અને જે વિમળજ્ઞાન દેનાર બેાધના દાતા છે, તથા જેમનું મુખ સદા ઘેરા સહિતની મુહપત્તિથી શેાભે છે. ॥ 3 ॥
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧