________________
ચાલીને ઉગ્ર વિહાર કરે, અનેક જાતના અંતકાંત આહારનું સેવન કરવું, અનેક પ્રકારના અભિગ્રહપૂર્વક બાહ્ય આભ્યન્તર ઉગ્ર તપશ્ચર્યા કરવી, દુષ્કર ચારિત્રનું પાલન કરવું આદિ સર્વે કાર્ય ભગવાને દુષ્કર કહ્યાં છે.
એ રીતે વારંવાર આ કાર્યોની કઠિનતાને વિચાર અને મનન કરતા શ્રેણિકરાજા ભગવાનને વન્દન નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યા- હે ભગવન ! ગૌતમ આદિ આ ચૌદ હજાર અણગારમાં ક્યા અણગાર સંજમમાં મહાદુષ્કર કરણ કરવાવાળા તથા કર્મોની મહાનિર્જરા કરવાવાળા છે?
રાજા શ્રેણિકના પ્રશ્નને સાંભળી ભગવાન આ પ્રમાણે બેલ્યા
હે શ્રેણિક! આ ગૌતમ આદિ ચૌદ હજાર શ્રમણમાં એક ધન્યકુમાર અણગારજ મહા દુષ્કર તપસંયમના આરાધન કરવાવાળા તથા કમેની મહાનિર્જરા કરવાવાળા છે. ભગવાન દ્વારા પ્રટનને પ્રત્યુત્તર સાંભળી રાજા શ્રેણિકે ફરીથી પૂછયું- હે ભગવન ! શા કારણે આપ ધન્યકુમાર અણગારને ગૌતમ આદિ સમસ્ત ચૌદ હજાર મુનિમાં મહાદુષ્કર-કરણી-કરવાવાળા તથા કર્મોની મહાનિજા કરવાવાળા કહે છે ?
ભગવાને કહ્યું કે શ્રેણિક ! તે કાળ તે સમયમાં કાકન્દી નામની નગરી હતી. ત્યાં ધન્યકુમાર રાજમહેલ સમાન શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરના ભાગ પર પાંચ ઈન્દ્રિયેના વિષયસુખ ભેગવતા થકા રહેતા હતા. તે સમયમાં એકવાર પ્રામાનુગ્રામ વિચરતે થકે હું કાકન્ટી નગરીને સહસામ્રવન નામના ઉદ્યાનમાં આવ્યું. ત્યાં વિધિ-અનુમારે અવગ્રહ ગ્રહણ કરી તપ–સંયમ–પૂર્વક આત્મચિન્તન કરતો થકે રહેવા લાગ્યું. તે સમયે ધમકથા સાંભળવા કાકÇી નગરી ની પરિષદ સહ સામ્ર વનમાં આવી. તેજ રીતે ધન્યકુમાર પણ પગે ચાલી ત્યાં આવ્યા. મેં ધમકથા કહી. ધર્મકથા સાંભળવાથી ધન્યકુમાર ને સંસારથી તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે પછી તેણે તરત જ સર્વે કામગને છેડી દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લીધી તે દિવસથી જ તેણે કઠિન તપશ્ચર્યા ધારણ કરી, છઠ છઠના પારણામાં ફકત આયમ્બિલ કરે છે.
ઉગ્ર તપશ્ચર્યાને કારણે માથાથી લઈ પગ સુધી તેમનું આખું શરીર શુષ્ક, રૂક્ષ તેમજ નિર્માણ થઈ ગયું. છતાં પણ તે તપ તેજ દ્વારા અન્તરાત્માથી અત્યન્ત દેદીપ્યમાન છે.
હે શ્રેણિક ! એ કારણેજ મેં કહ્યું કે આ ગીતમાદિ ચૌદ હજાર શ્રમણોમાં એક ધન્યકુમાર અણગારજ મહાતપસ્વી મહાદુષ્કર કરણ કરવાવાળા તથા કર્મોની મહાનિર્જરા કરવાવાળે છે.
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
૩૮