________________
તેમની પાસળીયે માંસ અને રકતના સુકાઈ જાવાથી જુદી જુદી સ્પષ્ટ દેખાતી હતી
તેમના વાંસાના (પીઠના) હાડકાઓના સંધિ અને હાડકાં જે પ્રકારે રૂદ્રાક્ષની માળાના મણકા જુદા જુદા ગણી શકાય છે અથવા વાંસની ટેપલીની પ્રત્યેક ચીર જુદી જુદી ગણી શકાય છે તે જ પ્રકારે માંસ અને શાણિતના અભાવે જુદા જુદા ગણાઈ શકાતા હતા. તેમનાં વક્ષસ્થલ-છાતીના હાડકા માંસ તેમ જ રકતના અભાવથી વાસ લેતી વખતે તથા છોડતી વખતે ગંગાના તરંગની માફક ઉંચા નીચા થતા સ્પષ્ટ દેખાતા હતા. તેમની ભુજાઓ માંસ અને રકતના અભાવે અત્યન્ત શુષ્ક થઈ જવાથી ફક્ત હાડકા, ચામડા તથા નસોની જાળ વાળી, સુકેલા સાપની માફક દેખાતી હતી. તેમના હાથના અને પંજા, ઢીલા બન્જનવાળા બન્ને બાજુ લટક્તા ઘડાના પાગડાની માફક દેખાતા હતા. તેમનું મસ્તક ઉગ્ર તપશ્ચર્યા ને કારણે શેણિત અને માંસ સુકાઈ જાવાથી માટીની હાની લેટિની માફક થઈ ગયું હતું. તેમજ કમ્પવા રેગ વાળા મનુષ્યના મસ્તકની માફક પ્રતિક્ષણ હાલતું ડગ ડગ કરતું રહેતું હતું.
તેમનું મોટું સુકેલ કમળની માફક રૂક્ષ થઈ ગયું હતું. તેમનું મોટું છેઠના સુકાઈ જાવાથી ટુટેલ મોઢા વાળા ઘડાની માફક વિચિત્ર થઈ ગયેલ હતું તેમનાં બને નેત્ર ઉંડા બેસી જાવાથી ઉંડી કુષ્પીની માફક થઈ ગયા હતાં.
આ પ્રકારની શારીરિક અવસ્થાવાળા ધન્યકુમાર અણગાર જીવ માત્રઆત્મબલથી જ ચાલતા, ફરતા અને ઉભા રહેતા હતા પણ શરીર બલથી નહીં તેઓ બેલવાના પરીશ્રમથી થાકી જતા હતા, બેલતાથકા ખેદ પામતા હતા એટલું જ નહીં પરંતુ બેલવાના વિચાર માત્રથી કષ્ટને અનુભવ કરતા હતા અર્થાત તેમની સર્વે ક્રિયાઓ શારીરિક બેલના અભાવે આત્મબલ ઉપરજ નિર્ભર હતી. આ પ્રકારે ઉગ્ર તપથી ધન્યકુમાર અણગારનું શરીર રકત, માંસના અભાવે સર્વથા સુકાઈ ગયું હતું, તેમનામાં શારીરિક શકિત જરાય નહતી. ગોચરી માટે જવું, વસ્ત્રોની પડિલેહણ કરવી. પ્રતિક્રમણ, અને સ્વાધ્યાય, દયાન, કાયોત્સર્ગ આદિ સર્વે કાર્ય તેઓ કેવળ આત્માના વીર્ય ગુણની સહાયતાથીજ કરતા હતા.
ધન્યકુમાર અણગારના શરીરનું વર્ણન દષ્ટાંન્તદ્વારા કરે છે કે લસાથી ભરેલી સુકા લાકડાથી ભરેલી, સુકા પાંદડાથી ભરેલી, સુકા તલસરાથી ભરેલી, માટીના વાસથી ભરેલી અથવા સુકા એરડાના લાકડાથી ભરેલી ગાડી, જેવી રીતે ચાલતાં ચાલતાં અવાજ કરે છે એવી રીતે માંસ તેમજ લોહી સુકાઈ જવાથી ધન્યકુમાર અણગારના શરીરમાં ઉઠતાં–બેતાં તથા ચાલતાં ફરતાં સમયે હાડકાંના સંઘર્ષથી કટ કટ અવાજ થતો હતો. જેવી રીતે નંદક ત્રાષિનું શરીર તપશ્ચર્યાથી શુષ્ક રૂક્ષ તેમજ નિર્માસ થઈ જવાથી તેઓના ચાલવા ફરવામાં કેલસા, સુકા કાષ્ઠ અથવા માટીનાં વાસણોથી ભરેલી ગાડી સમાન અવાજ ઉત્પન્ન થતું હતું તેવી રીતે ધન્યકુમાર અણુગારને પણ ચાલતા ફરવામાં કટ-કટ અવાજ થતો હતો. જેવી રીતે નિધૂમ
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર