________________
પuT” ઈત્યાદિ. જેમ શ્યામ (પ્રિયંગુ) વૃક્ષના અંકુર, બદરી [ બેર ] વૃક્ષના અંકુર, સલ્લકી [વૃક્ષવિશેષના અંકુર, શાલ્મલી સિમલ] વૃક્ષના અંકુર અપરિપકવ અવસ્થામાં જ તેડીને તડકામાં સુકાવી દેવાથી પ્લાન તેમજ રૂક્ષ થઈ જાય છે. એવી રીતે અત્યંત ઉગ્ર તપને કારણે ધન્યુકુમાર અણગારના ઉરૂ–ઢીંચણના ઉપરનો ભાગ [સાથલ), રકત માંસ નહિ હોવાથી શુષ્ક તેમજ રુક્ષ થઈ ગયો હતે. (સૂ૦ ૨૦)
પuUસ” ઈત્યાદિ. જેવી રીતે ઊટના બચ્ચાના પગ, વૃધ્ધ, બળદના બે પરીવાલા પગ, ઉપરથી ઊંચા અને નીચે ખાડાવાળા તથા રક્ત-માંસ-રહિત હોય છે, એવી રીતે ધન્યકુમાર અણગાર કટિ–પ્રદેશ પણ અતિશય તપને કારણે રકત-માંસ રહિત, અત્યન્ત ક્ષીણ, શુષ્ક તેમજ રૂક્ષ થઈ ગયા હતે સૂત્ર ૨૧]
ધonલ્સ ઈત્યાદિ. જેમ તડકામાં સુકાએલી ચામડાની મસક, ચણા આદિની રોટલી સેકવાની લેતી [તો) અથવા લોટ બાંધવાની કથરોટ, શુષ્ક રક્ષ તેમજ અંદરથી ઉંડી ગહરી હોય છે, તેવી રીતે અતિશય ઉગ્ર તપના કારણે ધન્યકુમાર અણગારનું પેટ પણ રકત તેમજ માંસના અભાવથી કૃશ, શુષ્ક, રૂક્ષ તેમજ ઉંડું થઈ ગયું હતું. અર્થાત્ તપના કારણે પેટ પીઠને ચેટી ગયું હતું. (સૂ) ૨૨)
પUT જેવી રીતે સ્થાસકાવલી–અરીસા [દર્પણ) ની આકૃતિવાળા પાત્ર વિશેષની અથવા દણની એક ઉપર રાખેલી પંકિત પાણાવલી-પાન પાત્ર, [ગ્લાસ ની પકિત અથવા મુંડાવલી સ્થાર્થવિશેષ-પશુ બાંધવાના ખીલાની ક્રમશ: એક ઉપર એક રાખેલી પંક્તિ જે રીતે એ અલગ અલગ ગણી શકાય છે એવી રીતે અતિશય ઉગ્ર તપના કારણે ધન્યકુમાર અણગારની બન્ને બાજુની પાંસળીઓ રક્ત તેમજ માંસના અભાવથી જુદી જુદી ગણી શકાતી હતી. [સૂ૦ ૨૩
ધ ઈત્યાદિ. શ્રી ધન્ના અણગારને પૃષ્ટ-પ્રદેશ [ વાસ] નિર્માસ તેમજ રકતહીન હોવાથી કર્ણ ફૂલ [બુટીઆ), પત્થરની કુંડી, અથવા બાળકોને રમવાના લાખથી બનેલ એક પ્રકારના રમકડાની સમાન શુષ્ક રૂક્ષ થઈ ગયા હતા. (સૂ૨૪
“ઘ ” શ્રી ધન્યકુમાર અણગારનું વક્ષસ્થલ મહાન તપશ્ચર્યાને કારણે નિર્માસ તેમજ રકતહીન હોવાથી તે, વાંસથી બનાવેલ ટોપલીને નીચેનો ભાગ, વાંસ
આદિની ચીપથી બનાવેલ પંખા અથવા તડપત્રના બનાવેલ પંખાના જેવું, શુષ્ક, રૂક્ષ થઈ ગયું હતું. [સૂ૦ ૨૫].
પuUTલ્સ’ આવી મહાન્ તપશ્ચર્યાના પ્રભાવથી ધન્ના અણગારની ભુજાઓ, લેહી અને માંસના અભાવે શમી નામના વૃક્ષની શીંગ, વાહાય ગિરમાળા વૃક્ષની શિગે, અથવા અગથિયા-બકવૃક્ષવિશેષની શી જેવી, શુષ્ક-રૂક્ષ થઈ ગઈ હતી. (સૂર૬)
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
૩૩