________________
તy i ?' ઈત્યાદિ. શાસ્ત્ર-વિહિત ચતનાવાલી. દાતા દ્વારા દીધેલ વસ્તુસમ્બન્ધી, તથા ઉત્કૃષ્ટ ભાવથી આસકિતરહિત સ્વીકારેલી એષણાથી આહારની વેષણ કરતા થકા ધન્ય અણગારને ભિક્ષા માં આહાર મળે તે પાણી નહીં અને પાણી મળે તે આહાર નહીં (સ. ૧૦)
તy ” ઈત્યાદિ, ફરી પણ તે ધન્યકુમાર અણગાર પ્રસન્ન મન, કલુષભાવ રહિત અર્થાત્ ક્રોધાદિ-આવેશ-રહિત, વિષાદભાવ વિના, તનતનાટ શબ્દને છેડી, સ્થિરચિત્ત થઈ, પ્રાપ્ત સંયમની વિશુદ્ધિ માટે ઉદ્યોગ, તથા અપ્રાપ્ત સંયમની શ્રેણી પ્રાપ્ત કરવા માટે યત્ન કરતા તથા મન, વચન, કાયાના સંયમમાં અતિદૃઢ થઈ ઉંચ, નીચ તથા મધ્યમ ઘરેથી જેટલે મલ્ય તેટલે આહાર-પાણી આવશ્યકતાનુસારે ગ્રહણ કરી કાકદી નગરીથી બહાર નિકળ્યા. ત્યાંથી તે જ્યાં ભગવાન વિરાજમાન હતા ત્યાં આવ્યા અને શ્રીગૌતમસ્વામીની માફક ભગવાનને આહાર પાણી દેખાડયે (સૂ૦ ૧૧)
તy vi ” ઇત્યાદિ. ત્યારબાદ તે ધન્યકુમાર અણગાર શ્રમણ ભગવાન મહાવીર પાસેથી આજ્ઞા લઈ આહારમાં અમૂછિત-વર્ણ રસ આદિમાં ગૃદ્ધ ન થતાં, મધ્યસ્થભાવે તીવ્ર–વૈરાગ્ય-ભાવનાથી પૂર્વે કરેલ સુન્દર તથા સરસ આહારનું સ્મરણ ન કરતાં રાગદ્વેષ રહિત કઈ પણ સ્વાદ–વિના આહાર કરતા હતા. તે આહારને પણ (૨૧) એકવીસ વાર પાણીથી ધોઈ નીરસ તેમજ સત્વહીન કરીને આહાર કરતા હતા. તેઓ સ્વાદ વિના કઈ રીતે આહાર કરતા હતા તે દૃષ્ટાન્તદ્વારા બતાવે છે –
જેવી રીતે સર્ષ બિલમાં પ્રવેશ કરતી વખતે બિલના બને–આજુબાજુના ભાગને સ્પર્યા વગર મધ્યભાગથીજ તેમાં પ્રવેશ કરે છે તેવીજ રીતે ધન્યકુમાર અણગાર પણ મુખના બન્ને ભાગેથી આહારને સ્પર્શાયા વગર સ્વાદરહિત આહાર કરતા હતા. એ પ્રકારે તપ-સંયમ–પૂર્વક આત્મા-ચિન્તન કરતા થકા રહેતા હતા. (સ. ૧૨)
તy સે’ ઈત્યાદિ. તે પછી એક સમયે શ્રમણ ભગવાન મહાવીરે કાકન્દી નગરીના સહસ્ત્રમ્રવન નામના ઉદ્યાનથી નિકળી બીજા દેશમાં વિહાર કર્યો. (સુ) ૧૩)
“ત, i” ઈત્યાદિ. તે પછી ધન્યકુમાર અણગારે શ્રીશ્રમણ-ભગવાન મહાવીરના તથારૂપ બહુશ્રુત સ્થવિરોની પાસે સામાયિક આદિ અગ્યાર અંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને તપ–સંયમ–પૂર્વક આત્મ-ચિન્તન કરતા થકા રહેવા લાગ્યા. (સૂ) ૧૪).
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
૩૧