________________
પ્રાપ્ત ઘર પરિષહેને સહન કરવાવાળા શ્રમણ ભગવાન મહાવીરે શ્રી અનુત્તરપપાત્તિકદશાંગ સૂત્રના પ્રથમ વર્ગના દશ અધ્યયન કહ્યાં છે. તે અહીં બતાવે છે– (૧) જાતિ, (૨) મયાલિ, (૩) ઉપજાલિ, (૪) પુરુષસેન, (૫) વારિણ, (૬) દીર્ઘદન્ત, (૭) લષ્ટદાન્ત, (૮) વેહલ, (૯) વૈહાયસ અને (૧૦) અભયકુમાર
અહિં “કુમાર” શબ્દથી પ્રત્યેકને સંબંધિત કરવા જોઈએ. જેમ જલિકુમાર માલિકુમાર આદિ. આજ કમથી અધ્યયને વિષય જાણવું જોઈએ. જેમકે – જાલિકુમાર અધ્યયન, યાલિકુમાર અધ્યયન આદિ. આ કમથી દશેય અધ્યયન કહેલાં છે.
આ અનુત્તરપપાતિકદશાંગ સૂત્રના અધ્યયનથી અર્થાત જાલિકુમાર આદિ કુમારના અસ્ત્રિજ્ઞાનથી સંયમ તથા તપ માર્ગમાં પ્રવૃત્તિ થાય છે. તપસંયમમાં પ્રવૃત્તિ થવાથી આઠેય કર્મોની નિર્જરા થાય છે. નિર્જરાથી સમસ્ત કમેક્ષીણ થાય છે. સમસ્ત કર્મ ક્ષય થવાથી પરમપદ (મોક્ષ) ની પ્રાપ્તિ થાય છે. ઉક્ત પ્રકારથી આ શાસ્ત્રજ્ઞાનનું ફલ મોક્ષપ્રાપ્તિ અને વિષય જાલિકુમાર આદિનું ચરિત્ર છે. એમ ભવ્ય જીવોને જાણવું જોઈએ (સૂ) ૨)
શ્રી જંબૂસ્વામી ફરીથી પ્રશ્ન કરે છે – “ફ મતે ઈત્યાદિ.
હે ભદંત ! પૂર્વોકત ગુણોથી સંયુક્ત નિર્વાણપદ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે અનુત્તરે પપાતિકદશાગ સૂત્રના પ્રથમ વર્ગના દશ અધ્યયન કહ્યા છે. તે છે ભગવાન્ ! પૂર્વોકત ગુણયુક્ત એવા શ્રી શ્રમણ ભગવાન મહાવીરે અનુત્તરપપાતિકદશાંગના પ્રથમ અધ્યયનના શું અર્થ પ્રરૂપિત કર્યા છે ? અર્થાત તેમાં શું વર્ણન કર્યું છે?
અહિં પ્રશ્ન કરતાં “પૂર્વોકત ગુણેથી યુકત” “મુકિત પ્રાપ્ત” “શ્રમણ ભગવાન મહાવીર આદિ શબ્દોને પ્રયોગ વારંવાર કરવામાં આવ્યું છે. તે ભગવાન પ્રત્યે અત્યન્ત ભકિતને વ્યકત કરે છે. વાકયભેદથી વારંવાર કથન પુનરુક્તિદોષનું કારણ પણ થતું નથી, અને અત્યન્ત ઈચછા તેમજ ભકિત સાથે ભગવાનને ગુણોનું વારંવાર સ્મરણ કરતાં ગુણજ થાય છે તથા બીજા વિચારોથી મનને ખેંચી કોઈ પણ એક વિષય પર મનને એકાગ્ર કરવા માટે વારંવાર ઉચ્ચારણ કરવામાં આવે છે.
તીર્થકર દ્વારા કથિત ભાવેનું વારંવાર કથન, સમ્યકત્વ સંયમ અને તપ આદિ વિશુદ્ધ ભાવેને પરિપુષ્ટ કરવાવાળું, મેહરૂપી ભયંકર વ્યાધિને નાશ કરવાવાળું
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર