________________
ત્યારપછી એક સમયે પાછલી રાતમાં તે મહાસેનકૃષ્ણ આર્યાના હદયમાં અંધકની પેઠે એવું ચિન્તન થયું કે આ મારું શરીર તપસ્યાથી કૃશ થઈ ગયું છે, તથાપિ મારામાં હજી ઉસ્થાન, બલ, વીર્ય આદિ છે. માટે સૂર્યોદય થતાં જ આર્ય ચંદનબાલાની પાસે જઈને તેમની આજ્ઞા લઈ સંથારે કરીશ. તે પ્રમાણે તેમણે ચંદનબાલા આર્યાની પાસે જઈ હાથ જોડી સવિન સંથારા માટે આજ્ઞા માંગી. આજ્ઞા લઈને મૃત્યુને નહી ચાહતી તે સંથારે કરી વિચરવા લાગી. તે મહાસેનકૃષ્ણ આર્યા, ચંદનબાલા આર્યાની પાસે સામાયિક આદિ અગીયાર અંગેનું અધ્યયન કર્યું, અને પૂરા સત્તર વર્ષ સુધી ચારિત્રપર્યાયનું પાલન કર્યું, તથા માસિકસલેખનાથી આત્માને સેવિત કરતી થકી સાઠ ભક્તિનું અનશનથી છેદન કરી અંતિમ શ્વાસે છૂવાસમાં પિતાના સંપૂર્ણ કર્મોને નષ્ટ કરીને મેક્ષમાં ગઈ. (સૂ) ૧૮)
આ દશેય આર્યાઓમાં પ્રથમ કાલી આર્યાએ આઠ વર્ષ સુધી ચારિત્રપર્યાય પા. બીજી સુકલી આર્યાએ નવ વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળે. એ પ્રકારે ક્રમશ: ઉત્તરોત્તર એક એક રાણીના ચારિત્રપર્યાયમાં એક એક વર્ષને વધારે જાણ. એ પ્રકારે છેલ્લી રાણું મહાસેનકૃષ્ણાએ સત્તર વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળે. આ બધી મહારાજ શ્રેણિકની રાણીઓ હતી અને મહારાજ કૃણિકની નાની માતાઓ હતી. (સૂ) ૧૯)
શાસ્ત્રો પસંહાર / શાસ્ત્ર પ્રશસ્તિ
[ મહાસેનકૃષ્ણ નામનું દશમું અધ્યયન સંપૂર્ણ ] હે જંબૂ ! પિતાના શાસનની અપેક્ષાથી ધર્મના આદિ કરવાવાળા શ્રમણ ભગવાન મહાવીર જે મોક્ષમાં પધારી ગયા તેમણે આઠમાં અંગ “અન્નકૃતસૂત્રને આ ભાવ પ્રરૂપિત કર્યો છે. ભગવાનની પાસે જે પ્રમાણે સાંભળ્યું તે પ્રકારે મેં તમને સંભળાવ્યું.
આ અન્નકૃતમાં એક શ્રુતસ્કન્ધ અને આઠ વર્ગ છે. આ સૂત્ર પર્યુષણના આઠ દિવસમાં વંચાય છે. એના પ્રથમ અને દ્વિતીય વર્ગમાં દશ દશ ઉદ્દેશ–અધ્યયન છે. ત્રીજામાં તેર, ચેથા અને પાંચમાં વર્ગમાં દશ દશ અધ્યયન છે. છઠ્ઠા વર્ગમાં સેળ, સાતમા અને આઠમામાં ક્રમશ: તેર અને દશ અધ્યયન છે. આ સૂત્રમાં નગર આદિનું
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર