________________
રાજા હોય, યુવરાજ હૈય, ઇશ્વર હય, તલવર હય, માડુંબિક હોય, કૌટુંબિક હોય, ઈભ્યશ્રેણી હેય, રાણી હોય, કુમાર હાય, કુમારી હોય તે ભગવાન અહેતુ અરિઇનેમિ પાસે દીક્ષા લેવા ચાહતા હોય તો તેને કૃષ્ણ વાસુદેવ દીક્ષા લેવાની આજ્ઞા આપે છે. જો કે દીક્ષા લેશે તેને ઘરમાં જે કઈ બાલ, વૃદ્ધ અને રોગી હશે તેનું પાલનપોષણ કૃષ્ણ વાસુદેવ તમામ પ્રકારે કરશે, અને જે દીક્ષા લેશે તેમને દીક્ષામહત્સવ ઘણા મોટા સમારેહથી શ્રી કૃષ્ણ પોતાના તરફથી કરશે. આ પ્રકારે બે ત્રણ વાર ઘેષણ કરીને મારી પાસે આવે અને મને સૂચિત કરે. ત્યાર પછી તે કૌટુંબિક પુરુષ કૃષ્ણ વાસુદેવની આજ્ઞાને સર્વત્ર ઉઘેષિત(જાહેર) કરે છે અને શહેરમાં સર્વત્ર ઉષણા કર્યા પછી તેની સૂચના શ્રી કૃષ્ણ વાસુદેવને આપે છે. (સૂ) ૭)
કૌટુમ્બિકો દ્વારા કૃષ્ણ ની આજ્ઞા કી ઘોષણા
ત્યાર પછી તે પદ્માવતી દેવી અત્ અરિષ્ટનેમિની પાસે ધર્મ સાંભળીને તે પિતાના હૃદયમાં ધારણ કરી હષ્ટતુષ્ટ ભાવપૂર્ણ હૃદયથી ભગવાનને વંદના તથા નમસ્કાર કરી આ પ્રકારે બોલી:- હે ભદન્ત ! નિન્ય પ્રવચન પર મને શ્રદ્ધા છે. આપને બધે ઉપદેશ યથાર્થ છે. તેના શ્રવણથી મારી આંખ ઉઘડી ગઈ છે, તેથી હું શ્રીકૃષ્ણ વાસુદેવને પૂછીને આપની પાસે દીક્ષા લેવા ચાહું છું. ભગવાને કહ્યું – હે દેવાનુપ્રિયે! જેમ તમારા આત્માને સુખ થાય તેમ કરે. શુભ કાર્યમાં પ્રમાદ ન કરે (સૂ) ૮)
પદ્માવતી કા દીક્ષા સમારોહ
ત્યાર પછી તે પદ્માવતી દેવી ધાર્મિક રથ ઉપર ચઢીને દ્વારકા નગર, તરફ પાછી ગઈ અને પિતાના મહેલમાં આવીને ધાર્મિક રથ ઉપરથી ઉતરી, અને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં જઈ તેમની સમીપે હાથ જોડીને આ પ્રકારે બેલી-હે દેવાનુપ્રિય! હું ભગવાન અત્ અરિષ્ટનેમિની પાસે દીક્ષા લેવા ચાહું છું, તે માટે મારી પ્રાર્થના છે કે આપ આ પવિત્ર કાર્ય માટે આજ્ઞા આપે.
પદ્માવતી દ્વારા આ પ્રકારે કહેવામાં આવતાં કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષને બેલાવ્યા અને આમ કહ્યું- હે દેવાનુપ્રિયે ! એકદમ ઉતાવળથી પદ્માવતી દેવીને માટે મહાન દીક્ષા મહોત્સવની તૈયારી કરે. તૈયારી કરીને મને સૂચન કરે એ પ્રમાણે તે કૌટુંબિક પુરુષોએ દીક્ષા મહોત્સવની તૈયારી કરી અને તેની સૂચના કૃષ્ણ વાસુદેવને આપી. (૯ )
શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર