________________
હે કૃષ્ણ! જે પ્રકારે તમે તે વૃદ્ધ પુરુષને સહાયતા કરી તેવાજ પ્રકારે તે પુરુષે પણ લખે ભવેમાં સંચય કરાયેલાં કર્મોની એકાન્ત ઉદીરણા કરીને ગજસુકુમાલ અનગારના અનેક લાખ ભવના સંચિત સંપૂર્ણ કર્મોના નાશ કરવામાં ભારે સહાયતા કરી છે.
આ સાંભળીને કૃષ્ણ વાસુદેવે ભગવાન અત્ અરિષ્ટનેમિને પૂછયું–હે ભદન! હું તે પુરુષને કેવી રીતે જાણી શકું? ભગવાને કહ્યું–હે કૃષ્ણ! દ્વારકા નગરીમાં પ્રવેશ કરતાં થકાં તમને દેખતાજ જે પુરુષ આયુ અને સ્થિતિ ક્ષયથી ત્યાં જ મૃત્યુને પ્રાપ્ત થાય તે પુરુષને તમારે ગજસુકુમાલને ઘાતક જાણ (સૂ) ૩૪)
કણ કો દ્વારકા મેં પ્રવેશ ઔર સોમિલ કા ઉનકે સમીપ આના
ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવ ભગવાનને વંદન નમસ્કાર કરી આભિષેય હાથી ઉપર બેસીને પોતાને સ્થાને દ્વારકા નગરી તરફ જાવા તૈયાર થયા. આ બાજુ સૂર્યોદય થતાંજ એમિલ બ્રાહ્મણે મનમાં વિચાર કર્યો કે કૃષ્ણ વાસુદેવ ભગવાનના ચરણવંદન માટે ગયા છે, અને ભગવાન સર્વજ્ઞ છે, તેનાથી કોઈ વાત છાની નથી, તેઓ સર્વ વૃત્તાન્ત કૃષ્ણ વાસુદેવને કહી દેશે. કૃષ્ણ વાસુદેવ તે વૃત્તાન્તને જાણી મને કેવા કુમેતે મારી નાખશે, એમ વિચારી ભયભીત થઈ તે મિલે દ્વારકાથી ભાગી જવા વિચાર કર્યો. ફરી તેણે વિચાર્યું કે કૃષ્ણ વાસુદેવ રાજમા થઈનેજ આવશે, માટે હુને ઉચિત છે કે હું ગલીને રસ્તે દ્વારકા નગરીમાથી ભાગી જાઉં. એમ વિચાર કરી તે પિતાના ઘેરથી નીકળે અને ગલીને રસ્તે ભાગતે થકે જાવા લાગ્યો. આ બાજુ કૃણ વાસુદેવ પણ પિતાના નાનાભાઈ ગજસુકુમાલ અનગારના મરણજન્ય શેકથી વ્યાકુળ હોવાને કારણે રાજમાર્ગ છેડીને ગલીને રસ્તે થઈને જ આવતા હતા. જેથી સગવશ તે સેમિલ, કૃષ્ણ વાસુદેવની સામેજ આવી નીકળે. (સૂ) ૩૫)
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર