________________
નલકુબર જેવા સાત પુત્રને જન્મ આપ્યા, પરંતુ તે પુત્રોમાંથી કોઈપણ પુત્રના બાલક્રીડાથી થતા આનંદને અનુભવ હું કરી શકી નહિ. આ કૃષ્ણ પણ મારી પાસે ચરણવંદન માટે છ-છ મહિના પછી આવે છે. આથી હું માનું છું કે તે માતાઓ ભાગ્યશાલિની છે કે જેઓની કુંખથી ઉત્પન્ન થતાં બાળકે દૂધને માટે પિતાની મનહર તતડી બેલીથી તેમને આકર્ષિત કરે છે, અને “મમ્મણ શબ્દનું ઉચ્ચારણ કરી સ્તનના મૂળથી કાંખ સુધીના ભાગમાં અભિસરણ કરતાં રહે છે. પછી તે મુગ્ધ બાલકને પિતાની માતાએ જ્યારે કેમલ કમળ જેવા હાથવડે ઉપાડીને પિતાના ખેળામાં બેસાડે ત્યારે તે દૂધ ધાવતાં ધાવતાં પિતપોતાની મા સાથે તેતડા શબ્દોમાં વાતો કરે છે તથા મીઠી મીઠી બોલી બોલે છે. હું અધન્ય છું, અપુણ્ય છું, મેં પુણ્ય કર્યું નથી, તેથી હું મારાં સંતાનની બાલક્રીડાને આનંદ અનુભવ કરી શકી નથી. આ પ્રકારે તે દેવકી ખિન્નહૃદયથી વિચાર કરવા લાગી. (સૂ૧૭)
|
દેવકી ઔર શ્રીકૃષ્ણ કા સંવાદ
ત્યારપછી તે કૃષ્ણ વાસુદેવ સ્નાન કરીને તથા તમામ અલ કારેથી વિભૂષિત થઈ દેવકી દેવીનાં ચરણવંદન માટે આવ્યા, ત્યાં આવીને તેનાં ચરણે વંદન કર્યા, તથા આ પ્રકારે કહ્યું - હે માતા! જ્યારે હું પહેલાં તમને ચરણવંદન કરવા માટે આવતા હતા ત્યારે મને જોઇને તમારું હદય આનંદિત થઈ જતું હતું, પરંતુ આજે તમારી દશા બીજીજ જોવામાં આવે છે. કેમ માતા ! તમે દુઃખિત મનથી ઉદાસ બની આજ શું શચ કરી રહ્યાં છે ?
ત્યારપછી દેવકીએ કહ્યું–હે પુત્ર ! આકાર, વય અને કાતિમાં એક સરખા યાવતું નલકુબર જેવા સુંદર સાત પુત્રને મેં જન્મ આપ્યા. પરંતુ મેં એકેયની બાલક્રીડાને અનુભવ કર્યો નથી. હે પુત્ર ! તું પણ મારી પાસે ચરણવંદન માટે છ-છ મહિને આવે છે. આથી હું સમજું છું કે તે માતાઓ ધન્ય છે, પુણ્યશાલિની છે, તેમણે પુણ્યાચરણ કર્યા છે કે જે પિતાનાં સંતાનોના બાલપણને અનુભવ કરે છે. આ વાતને શચ કરતી થકી દુઃખિત હૃદયથી ઉદાસીન થઈ બેઠી છું (સૂ, ૧૮)
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર