________________
વધેલા કાલી દેવીના કથાનકની જેમ જ સમજી લેવું જોઈએ. તેના અને આના વર્ણનમાં તફાવત ફક્ત એટલો જ છે કે આ ધરણેન્દ્રની અગમહિષીના રૂપમાં ઉત્પન્ન થઈ અને આની સ્થિતિ ૧૫ પત્ય કરતાં કંઈક વધારે છે. આનું બાકીનું વર્ણન કાલી દેવી જેવું જ છે. આ પ્રમાણે આ બીજા વર્ગના પહેલા અધ્યયનને નિક્ષેપક ઉપસંહાર છે.
(एवं कमा सक्का सतेरा, सोयामणी, इंदा, घणविज्जुया वि, सम्यो एयाओ धरणस्स, अग्गमहिसीओ एवं एते ६ अज्झयणा वेणुदेवस्स वि अविसे सिया भाणियव्या, एवं जाव घोसस्स वि एए चेव६ अज्झयणा, एवमेते दाहिणिल्लाणं इंदाणं-चउप्पण्णं अज्झयणा भवंति, सव्वाओ वि वाणारसीए काम महावणे चेइए तइयवग्गस्स णिक्खेत्रओ ॥ ८ ॥ तइओ वग्गो समतो)
આ અનુક્રમ પ્રમાણે જ શકી ૨, સતેરા ૩, સૌદામની ૪, ઈન્દ્રા ૫, ઘનવિદ્યુત ૬, આ બધી દેવીઓ ધરણેન્દ્રની જ અગ્રમહિષીઓ હતી. આ પ્રમાણે જ ૬ અધ્યયને વેણુ દેવીના પણ છે અને એમનું વર્ણન ધરણેન્દ્રના વર્ણન જેવું જ છે. ઘેન્દ્રના પણ આ જાતનાં જ ૬ અધ્યયને છે. આ પ્રમાણે દક્ષિણ દિશા સંબંધી ઈન્દ્રોના ૫૪ અધ્યયન થઈ જાય છે. આ બધી દેવીએ પૂર્વભવમાં વાણારસીમાં ઉત્પન્ન થઈ હતી અને કામમહાલન ઉદ્યાનમાં ભગવાન પાર્શ્વનાથ અર્હત પ્રભુની પાસે દીક્ષિત થઈ. આ પ્રમાણે ધર્મકથાને આ ત્રીજો વર્ગ પૂરે થયે છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩પ૦