________________
હદય થઈ. તેણે તે પુરુષાદાનીય પાર્શ્વનાથ અર્હત પ્રભુને ત્રણ વાર વંદના અને નમસ્કાર કર્યો. ત્યારબાદ
(चंदित्ता नमंसित्ता एवं बयासी सदहामिणं भंते ! जिग्गंथं पाययणं जाय से जहेयं तुम्भे वयह, जं जयरं देवाणुप्पिया! अम्मापियरो आपुच्छामि, तएणं अहं देवाणुप्पियाणं अंतिए जाय पव्ययामि, अहा सुहं देवाणुप्पिए ! तएणं सा काली दारिया पासे गं अरहया पुरिसादाणीएणं एवं वुत्ता समाणी हट्ट जाय हियया पास अरहं चंदइ, नमसइ, वंदित्ता नमंसित्ता तमेव धम्मियं जाणपवरं दुरुहइ दुरूहित्ता पासस्स अरहओ पुरिसादाणीयस्स अतियाओ अंबसालवणाओ चेइयाओ पडि निक्षमई, पडिनिक्वमित्ता जेणेव आमलकप्पा नयरी तेणेव उवागच्छइ)
વંદના નમસ્કાર કરીને તેણે તે પ્રભુને આ પ્રમાણે કહ્યું કે હે ભદન્ત! તમારા વડે પ્રતિપાદિત નિગ્રંથ પ્રવચનને હું વિશેષ શ્રદ્ધાની દૃષ્ટિએ જોઉં છું. તમે જેવું આ પ્રતિપાદિત કર્યું છે ખરેખર તે તેવું જ છે. મને આ ખૂબ જ ગમી ગયું છે. એથી હું માતાપિતાને પૂછી લઉં છું. તેમને પૂછીને આપ દેવાનપ્રિયની પાસે આવીને દીક્ષિત થવા ચાહું છું. કાલી દારિકાના આ અભિપ્રાયને સાંભળીને પ્રભુએ તેને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! “યથા સુખ ” આ પ્રમાણે તે કાલી દારિકા પુરુષાદાનીય તે અહંત પ્રભુ પાર્શ્વનાથ વડે અનુદિત થઈને ચિત્તમાં ખૂબ જ પ્રસન્ન થઈ. તેણે અહત પાર્શ્વનાથ પ્રભુને વંદના નમસ્કાર કર્યા અને વંદના નમસ્કાર કરીને ત્યાંથી આવીને તે તેજ પિતાના ધાર્મિક યાનમાં બેસી ગઈ અને બેસીને તે પુરુષાદાનીય અહત પ્રભુ પાર્શ્વ નાથની પાસેથી અને તે આમ્રશાલ વન નામના ઉદ્યાનથી બહાર આવી ગઈ. બહાર આવીને તે જ્યાં આમલકલ્પ નગરી હતી ત્યાં આવી ગઈ
( उवागच्छित्ता आमलकप्पं णयरिं मझ मज्झेणं जेणेच बाहिरिया उमट्ठाणसाला-तेणेव उयागच्छइ, उवागच्छि ता धम्मियं जाणपपरं ठयेइ, ठवित्ता :धम्मियाओ जाणप्पबराओ पचोरुहइ, पच्चोरुहित्ता, जेणेव अम्मापियरो तेणेय उवागच्छइ, उयागच्छित्ता करयल० एवं पयासी-एवं खलु अम्मयाओ ! मंए पासस्स
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૩૨