________________
જેમ પિતાના પ્રાણને અગ્નિમાં હોમી દે છે, તેમજ તે પણ તે વિષયમાં જ પિતાના પ્રાણને નષ્ટ કરી નાખે છે. “ગા. ૩-૪”
अगुरुवर, पाणिं दिय इत्यादि ।
ઘાણુઇન્દ્રિયને વશમાં પડેલા પ્રાણીઓ અગુરૂવર-કૃષ્ણા ગુરૂ, પ્રવર, ધૂપન દશાંગાદિ રૂપ ધૂપ ઋતુ જ માલ્ય-તત્ત૬ ઋતુના પુપિ, અનુપન ચંદન-કુંકુમ વગેરેના જાતજાતના લેપના ગંધમાં અનુરક્ત થઈને હષિત થઈ જાય છે, પરંતુ હકીક્તમાં તે તેઓ તે ઇન્દ્રિયની દુર્દમતા વિષેને કઈ પણ જાતને વિચાર કરતા જ નથી. જ્યારે તે ઈન્દ્રિય દુર્દમ બની જાય છે ત્યારે એવા પ્રાણીઓ કેતકી વગેરેની ગંધથી આકૃષ્ટ થઈને જેમ દરમાંથી નીકળેલ સાપ વધબંધન વગેરે કન્ટેને પ્રાપ્ત કરે છે તેમજ કષ્ટ પ્રાપ્ત કરે છે. જે ગા. ૫-૬ |
तित्तकडुय जिभिदिय इत्यादि ।
જે પ્રાણ જહુવા ઈન્દ્રિય (જીભ) ને વશ થયેલ હોય છે, તે મરચું વગેરેના જેવા તીખા સ્વાદમાં, કારેલા જેવા કડવા સ્વાદમાં, આમલી વગેરેના જેવા કષાય રસમાં, કરંબાદિના જેવા અમ્લ-ખાટા રસમાં, લાડવા વગેરેના જેવા મધુર સ્વાદમાં તેમજ જાતજાતનાં કેળાં વગેરેના ખાદ્ય પદાર્થોમાં, દૂધ વગેરે જેવા પેય પદાર્થોમાં, અને દહીં તેમજ ખાંડ વગેરેથી તૈયાર થયેલા શ્રીખંડ વગેરે લેહા ( ચાટીને ખાઈ શકાય તેવા) પદાર્થોમાં આસક્ત થઈને ખૂબ જ હર્ષિત થતા રહે છે. પરંતુ જ્યારે તેમની આ ઈન્દ્રિય દર્દીત બની જાય છે, ત્યારે એવા પ્રાણ જેમ મસ્યવેધનથી-માછલી પકડવાના કાંટાથી મુખમાં વિદ્ધ થયેલું માછલું પાણીમાંથી બહાર ખેંચીને બહાર જમીન ઉપર નાખવામાં આવે છે અને તે જમીન ઉપર તડપી તડપીને મૃત્યુવશ થાય છે, તેમજ તે ઈન્દ્રિયના વિષયમાં ફસાઈને તડપી તડપીને મૃત્યુવશ થાય છે. જે ગા. ૭-૮ છે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૭૧