________________
कण्डस्स वासुदेवस्स दोवई, एसणं अहं सयमेव जुद्धसज्जो णिगच्छामि त्ति कटु दारुयं सारहिं एवं वयासी-केवलं भो ! रायसत्थेसु दूये अवज्झे त्ति कटूटु असकारिय असम्माणिय अवद्दारेणं णिच्छुभावेइ)
દારુક સારથિના આ પ્રમાણે વચને સાંભળીને પદ્મનાભ એકદમ ક્રોધમાં લાલચોળ થઈ ગયા. અને ભમ્મરે ચઢાવીને આ પ્રમાણે કહેવા લાગ્યું કે હે દેવાનુપ્રિય! હું કૃષ્ણ-વાસુદેવને દ્રૌપદી કોઈપણ સ્થિતિમાં સેંપવા તૈયાર નથી. એના માટે હું અત્યારે પણ યુદ્ધ કરવા તૈયાર છું. આ પ્રમાણે કહીને તેણે દારુક સાથીને કહ્યું કે અરે ! રાજનીતિના શાસ્ત્રોમાં દૂત અવધ્ય કહેવામાં આવ્યું છે એથી તને જ કરું છું. આ પ્રમાણે કહીને તેણે ફતને અસત્કૃત અને અસંમાનિત કરીને પાછલા બારણેથી બહાર કઢાવી મૂક્યો.
(तएणं दारुए सारही पउमणाभेणं असक्कारिय जाव णिच्छूढे समाणे जेणेव कण्णे वासुदेवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल० कण्हं जाव एवं वयासी-एवं खलु अहं सामी ! तुमं वयणेणं जाव णिच्छुभावेइ )
આ પ્રમાણે જ્યારે તે દારુક સારથિ પદ્મનાભ રાજા વડે અસત્કૃત યાવત અસંમાનિત થઈને બહાર કઢાવી મૂકાયે ત્યારે તે ત્યાંથી બહાર આવીને જ્યાં કુણ-વાસુદેવ હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેણે બંને હાથેથી અંજલિ બનાવીને અને તેને મસ્તકે મૂકીને કૃષ્ણ-વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામીપદ્મ નાભ રાજાને મેં જ્યારે તમારો સંદેશ કહી સંભળાવ્યું. ત્યારે સાંભળતાંની સાથે જ તે ફોધમાં ભરાઈને “હું દ્રૌપદી દેવી પછી આપીશ નહિ, યાવત દત અવધ્ય હોય છે.” વગેરે વચનેથી અસકૃત તેમજ અસંમાનિત કરીને મને તેણે પિતાના ભવનના પાછલા બારણેથી બહાર કઢાવી મૂક્યા છે. જે સૂ. ૨૮
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૨૨