________________
આવ્યા. (નાર નિમીત્તા વદ્ વાયુ પુરોતિં પુજ, તાં તે જ वासुदेवे कच्छल्लं एवं वयासी, तुमं णं देवाणुप्पिया! बहूणि गामागर जाव अणु. पविससि त अस्थि आई ते कहिं वि दोवईए देवीए सुती वा जाव उवलद्धाago રે કૃત્યે ઇ વાસુદેવે વચારી ) ત્યાં આવીને બેઠા અને બેસીને તેમણે કૃષ્ણ વાસુદેવને કુશળ વાર્તા પૂછી. વાસુદેવે ત્યારે કચ્છલ નારદને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે ઘણું ગ્રામ, આકર વગેરે સ્થાનમાં પરિ. ભ્રમણ કરતા રહે છે, ઘણા ઘરે વગેરેમાં આવજા કરતા રહે છે તે કહો. કોઈ પણ સ્થાને તમને દ્રોપદી દેવીની કૃતિ મળી છે-તેના તમને કોઈ પણ જાતના સમાચાર મળ્યા છે, તેનું કઈ પણ જાતનું ચિહ્ન તમને મળ્યું છે ? આ રીતે કૃષ્ણ વાસુદેવના પ્રશ્નને સાંભળીને કચ્છલ નારદે તે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે –
( एवं खलु देवाणुप्पिया ! अन्नया कयाई धायईसंडे दीवे पुरथिमद्ध दाहिणद्धभरहवासं अमरकंका रायहाणि गए, तत्थणं मए पउमनाभस्स रण्णो भवण सि दोवई देवी, जारिसिया दिट्ठपुव्वा यावि होत्या, तएणं कण्हे वासुदेवे कच्छल्लं एवं वयासी-तुभं चेवण देवाणुप्पिया ! एवं पुब कम्म-तएणं से कच्छुल्ल नारए कण्हेणं वासुदेवेणं एवं वुत्ते समाणे उप्पयणि विज्ज आवाहेइ, आवाहिता जामेव दिसि पाउन्भुर तामेव दिसि पडिगए)
સાંભળે, તમને હું બધી વિગત બતાવું છું. હે દેવાનુપ્રિય ! કેઇ એક વખતે હું ધાતકી પંડદ્વીપમાં, પૂર્વ દિશા તરફના દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં, અમરકંકા નામે રાજધાનીમાં ગયા હતા. ત્યાં મેં પદ્મનાભ રાજાના ભવનમાં દ્રૌપદી દેવી જેવી એક નારી જોઈ હતી. પણ હું તેને સારી પેઠે ઓળખી શો નહિ અને ન તેનાથી પરિચિત થઈ શકે. નારદની આ વાત સાંભળીને કૃષ્ણવાસુદેવે તેમને કહ્યું કે હે દેવાનુપ્રિય! સૌ પહેલાં તમે જ આ કામ કર્યું છે. ત્યારપછી તે કચ્છલનારદે કૃષ્ણ વાસુદેવની આ વાત સાંભળીને પોતાની ઉત્પતની
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૧૫