________________
આવી છે. એથી હે દેવાનુપ્રિયે ! તમે અપહતમનઃ સંકલ્પ થઈને યાવત આર્તધ્યાન ન કરે તમે મનુષ્યભવ સંબંધી કામ ભેગે ભેગતાં મારા મહેલમાં રહો,
(तएणं सा दोबई देवी पउमणाभं एवं वयासी एवं खलु देवाणुप्पिया ! जंबू होवे दीवे, भारहे वासे बारवइए णयरीए कण्णे णामं वासुदेवे मम पियभाउए परिवसइ, तं जहणं से छण्हं मासाणं मम कूवं णो हव्य मागच्छइ, तएणं अहं देवाणुप्पिया ! जं तुमं वदसि तस्स आणाओवायवयणणिद्देसे चिहिस्सामि तएणं से पउमे दोवईए एयमहँ पडिसुणित्ता २ दोवई देवीं कण्णं तेउरे ठवेइ, तएणं सा दोबई देवी छ? छटेणं अणिक्खित्तेणं आयंबिलपरिग्गहिएणं तवोकम्मेणं अप्पाणं भावे माणे विहरइ)
- ત્યારપછી દ્રૌપદી દેવીએ પદ્મનાભને આ પ્રમાણે કહ્યું કે દેવાનુપ્રિય! સાંભળો, જે બૂદ્વીપ નામના દ્વીપમાં ભારત વર્ષમાં દ્વારાવતી નગરીમાં કૃષ્ણવાસુદેવ મારા પ્રિય પતિના ભાઈ રહે છે. તેઓ છ મહીનાની અંદર મારી તપાસ કરતાં કરતાં અહીં નહિ આવી શકે તે ત્યારપછી હે દેવાનુપ્રિય! તમે જેમ કહેશે તેમ કરીશ, હું તમારી આજ્ઞાકારિણે વશવર્તિની બની જઈશ. “શાળા જોવા જળાદ્દેિણે” આ પદોથી આ જાતને અર્થ નીકળે છે. ત્યારપછી પદ્મનાભ રાજાએ દ્રૌપદીના તે કથનને સ્વીકારી લીધું અને તેને કન્યાના અન્તઃ પુરમાં મૂકી દીધી. ત્યાં તે દ્રોપદી દેવી આયંબિલ પરિગ્રહીત છ છઠ્ઠની અન્તર રહિત તપસ્યાથી પોતાની જાતને ભાવિત કરતી રહેવા લાગી. સૂવ ૨૬
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૦૮