________________
સામે જઈને તેમણે ત્રણવાર તેમની ચોમેર આદક્ષિણ પ્રદક્ષિણા કરી. ત્યારપછી તેમણે વંદન તેમજ નમન કર્યા અને પછી તેમને પિતાના કરતાં મોટા માણસોને બેસવા યોગ્ય આસન ઉપર બેસવાની વિનંતી કરી. ત્યારબાદ તે કચ્છલ્લ નારદ પાણીના છાંટાઓથી ભીના પાથરેલા દર્ભના આસન ઉપર બેસી ગયા. બેસીને તેઓએ પાંડુરાજાને રાજ્યની યાવત રણવાસની કુશળવાર્તા પૂછી. પાંડુરાજા, કુંતીદેવી અને પાંચ પાંડવોએ કચ્છલ્લ નારદને ખૂબજ આદર કર્યો યાવત્ સારી રીતે તેમની પર્યું પાસના કરી. તેમને અસંયત, અવિરત અને અપ્રતિહાપ્રત્યાખ્યાત પાપકર્મા જાણીને દ્રૌપદીએ તેમને આદર કર્યો નહિ, તેમના આગમનની અનુમોદના કરી નહિ અને જ્યારે તેઓ આવ્યા ત્યારે પણ તે ઊભી થઈ નહિ. વર્તમાનકાલિક સર્વ સાવધ અનુષ્ઠાનથી જે નિવૃત્ત હોય છે તે સંયત છે, આ વ્યાખ્યા મુજબ જે સંયત નથી તે અસં. યત કહેવાય છે. ભૂતકાળમાં થઈ ગયેલા પાપકર્મોથી જુમાપૂર્વક અને ભવિષ્યત્કાલમાં તેમનાથી સંવરપૂર્વક જે ઉપરત હોય છે તે વિરત છે, એ જે નથી તે અવિરત છે, એટલે કે વિરતિથી રહિત છે. વર્તમાનકાળમાં જેમાં પાપકર્મોને સ્થિતિ અને અનુભાગના હાસથી નાશ કર્યો છે તેમજ પૂર્વકૃત અતિચારોની નિંદાથી ભવિષ્યકાળમાં અકરણથી જેણે તેમને નિરાકૃત કરી દીધા છે એવું પ્રાણી પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મા કહેવાય છે. એવું જે કરતે નથી એટલે કે જે પાપકર્મોને પ્રતિહત કરતું નથી અને પ્રત્યાખ્યાત પણ કરતું નથી તે અપ્રતિ. હત પાપકર્મા છે. જેમાં સામાન્ય માણસે વસે તે ગ્રામ છે. સેના વગેરેની ખાણો જ્યાં હોયતે આકર છે. જેમાં કેઈપણ જાતને વેરો નાખવામાં આવતું નથી તે નગર છે. જ્યાં વાણીયાઓને નિવાસ હોય તે નિગમ છે. માટીની ભીંત ચેમેર બનાવેલી હોય તે ખેટ છે. કુત્સિત નગરનું નામ કર્બટ છે. જ્યાં અઢિ ગાઉ સુધીમાં ચારે તરફ ગ્રામ વગેરે હોતાં નથી તે મડંબ છે. જ્યાં સ્થળ માગથી અને જળ માર્ગથી વાહને આવે છે તે દ્રોણમુખ છે. જલપત્તન
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૨૦૦