________________
જનાર લડવૈયા માટે વીર રસ સિવાયને મલ્હાર રાગ પણ શું આનંદ પમાડનાર થઈ શકે છે ? નહીં જ લગ્નના સમયે તો ભગવાન અહંતની પૂજા કરતાં તે કુળદેવતાની પૂજા કરવાનો પ્રસંગજ ચોગ્ય લેખાય છે. એટલા માટે આ જાતના પ્રસંગની વાત માનવી એ મનમાની કલ્પના માત્રજ છે. કેમકે આ સમયે દ્રૌપદી પૂર્વભવમાં કરેલા નિદાનની ફળ પ્રાપ્તિના અભાવને લીધે સમ્યકત્વથી રહિત હતી અને એવી સ્થિતિમાં ઈચ્છિત ફળ પ્રાપ્તિ માટે તેને કામદેવની પૂજા કરવાની ઈચ્છા થાય કે તેનાથી વિરૂધ્ધ ફળ આપનાર અને ભગવાનની પૂજાની ? આ જાતે વિચાર કરવા ગ્ય વાત છે. જેની પૂજા કરવામાં આવે છે. તેને જ વંદના કરવામાં આવે છે. પૂજા તે કુળ દેવતારૂપ કામદેવની થાય અને વંદના વીતરાગ પ્રભુ શ્રી અરિહંત દેવની કરવામાં આવે. આ જાતની માન્યતા તે લૌકિક રીતિથી પણ વિરૂધ્ધ છે. આ પ્રમાણે બધી રીતે વિચારતાં આ સિધ્ધ થાય છે કે દ્રૌપદીએ જન પ્રતિમાનું પૂજન કર્યું નથી.
અભયદેવસૂરિએ સ્વરચિત વૃત્તિમાં જે એ કહ્યું છે કે એક વાચનામાં “નિરવહિલાઓ કરવાં ” બીજી વાચનામાં “ટ્ટાચા રૂારિ તથા પાક પ્રળિયાત જણાત્ર પૈયનનમિહિરં સૂત્રે રૂતિ છે ? તે તેમનું આ કથન આ વાતને પ્રકટ કરે છે કે આ પાઠમાં સિધાન્તથી વિરૂધ્ધ એવા પાઠને પ્રક્ષેપ થયું છે. આ વિશે જે કંઈ યોગ્ય સ્પષ્ટીકરણ કરવાનું હતું તે અમે પહેલાં કરી દીધું છે.
દ્રૌપદી પૂજા ચર્ચા સમાપ્ત.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૮૭