________________
આવશ્યક ત્રણ પ્રકારનું હોય છે. કોઈ ગોપાળના પુત્રને આવશ્યક ” આ રીતે કરેલો સંસ્કાર નામ આવશ્યક છે. આવશ્યક ક્રિયાઓથી યુકત કોઈ
વ્યકિતની કાષ્ઠ વગેરેમાં તદાકાર રૂપથી કે અતદાકાર રૂપથી પ્રતિકૃતિની કલ્પના કરવી કે પ્રતિકૃતિનું નિર્માણ કરવું તે સ્થાપના આવશ્યક છે. આવશ્યકમાં ઉપયોગથી રહિત પ્રાણની જે કંઇપણ આગમ અને ન આગમની અપેક્ષાથી ક્રિયાઓ છે તે બધી દ્રવ્ય આવશ્યક છે. આ ત્રણે આવશ્યકેમાં ઉપયોગ ભાવ ૩૫ આવશ્યકના અભાવથી તેમજ ચારિત્રગુણ તદનુકુળ પ્રવૃત્તિના આચરણ વગર થઈ જવાથી કર્મોની નિર્જરી કરાવવામાં સાધકપણું નથી. તેથી જીતેન્દ્ર દેવે તેમના આરાધનની આજ્ઞા આપી નથી. ધર્મની આરાધના કરવાની જ તેઓશ્રીએ આજ્ઞા આપી છે. કેમકે ધર્મજ કર્મોની નિર્જરી કરાવવામાં સાધક છે. આ ત્રણેમાં કર્મોની નિર્જરા કરાવવાને અભાવ હોવાને કારણે ધર્મસ્વરૂપતા નથી. એ ધર્મપદ વાચ્ય પણ નથી. તેથી આ ત્રણે ધર્મના લક્ષણથી રહિત હોવાને કારણે તેના અલક્ષ્ય છે એમ સમજવું જોઈએ. સામાયિક વગેરે લેકેત્તર દ્રવ્ય આવશ્યક છે. પ્રવચન શાસ્ત્રમાં એમનાં આચરણનું વિધાન વિહિત છે, છતાંયે એને જે ધર્મના અલક્ષ્ય રૂપમાં બતાવવામાં આવ્યા છે. તેની મત. લબ એ છે કે જ્યારે તે જીનદેવની આજ્ઞાથી બહિર્ભીત બનેલા સ્વેચ્છાચારી, મૂળગુણ તેમજ ઉત્તર ગુણેથી રહિત અને ષટકાય જીવોની રક્ષા કરવામાં અસાવધાન માણસ વડે અનુપગ પૂર્વક આચરવામાં આવે ત્યારે તે દ્રવ્ય આવશ્યક રૂપમાં કહેવાય છે. એથી તે ધર્મપદ વાગ્યે નથી. એટલે કે ધર્મ રૂપ નથી. જ્યાં ધર્મરૂપતા નથી ત્યાં કર્મોની નિજેરા કારતા પણ નથી. આ સર્વમાન્ય સિદ્ધાન્ત છે. ભગવાને જે આ અવસ્થામાં એમને વિધેય કહ્યા નથી તેનું કારણ પણ એ જ છે. એટલા માટે જેમ નામ આવશ્યક, સ્થાપના આવશ્યક અને દ્રવ્ય આવશ્યક આ ત્રણ નિક્ષેપોને આરાધ્ય રૂપથી તીર્થકર પ્રભુએ અવિધેય કહ્યા છે, તેમજ નામ જિન, સ્થાપના જિન તેમજ દ્રવ્યજિન પણ આરાધ્ય નથી. એમની આરાધના કરવામાં જે ધર્મની પ્રાપ્તિ થવી બનાવવામાં આવે છે કે માનવામાં આવે છે, તેમને જિન ભગવાનની
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૫૧