________________
જોયું ત્યારે મને ચકકસપણે ખાત્રી થઈ ગઈ કે તે અહીંથી ચાલ્યો ગયો છે. આ રીતે હું ચિંતામાં પડી છું. સુકુમારિકાની આ વાત સાંભળીને દાસીએ તરત જ સાગરદત્તને ખબર આપી. આ રીતે અહીં પહેલાને પાઠ જાણું તે જોઈએ. तएणं से सागरदत्ते तहेव संभंते समाणे, जेणेव वासहरे तेणेव उवागच्छइ,उवाग. छित्ता सूमालियं दारियं अंके निवेसेइ,निवेसित्ता एवं वयासी अहोणं तुम पुत्ता ! पुरा पोराणाणं जाव पचणुभवमाणी विहरसिं तं माणं तुम पुत्ता ओहयमण जाव शियाहि-तुम णं पुत्ता मम महाणसंसि विपुलं असणं ४ जहा पुट्टिला जाव परिभाएમાપ વિહારિ)
ત્યારપછી સાગરદત્ત પહેલાંની જેમ વ્યાકુળ ચિત્તવાળે થઈને જ્યાં વાસગૃહ હતું ત્યાં આવ્યું. ત્યાં આવીને તેણે સુકુમારિકા દારિકાને પિતાના મેળામાં બેસાડી લીધી અને બેસાડીને કહેવા લાગ્યા કે હે પુત્ર! તે પહેલા ભવમાં જે કંઈ દુહીણું દુષ્પસકાંત અને કૃતજ્ઞાનાવરણીય વગેરે અશુભ કર્મો ઉપાર્જિત કર્યા હતાં–પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બંધના ભેદથી બાંધ્યા છે. અત્યારે તું તેજ પહેલાંના અશુભ જ્ઞાનાવરણીય વગેરે કર્મોના અશુભ ફળ વિશેષને ભોગવી રહી છે. પૂર્વ ભવમાં જે પાપ કરવામાં આવ્યાં હોય તેને અહીં “પુરાણ” શબ્દથી ગ્રહણ કરવામાં આવ્યા છે. અહીં પાપ શબ્દ અશુભ જ્ઞાનાવરણીય વગેરે કર્મોને સ્પષ્ટ કરે છે આ બધા અશુભ જ્ઞાનાવરણીય વગેરે કર્મો જીવ અશુભ-મન, વચન, અને કાયની પ્રવૃત્તિથી જન્ય મૃષાવાદ વગેરે કિયાએથી તેમજ પ્રાણીઓની હિંસા, અદત્તાદાન વગેરે કુકર્મોથી બાંધે છે. બાંધતી વખતે એએમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બંધરૂપ વિભાગ થઈ જાય છે. અધિક સ્થિતિ અને અધિક અનુભાગ બંધ તેઓમાં સંકલેશ પરિણામેથી પડે છે. એથી હે પુત્રિ! તમે અપહતઃ મને સંકલ્પ થઈને ભાવતુ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૯૮