________________
पुरओ तस्स कुलघरस्स छारुज्झियं च छाणुज्झियं च कयवरुज्झियं च समुच्छियं च सम्मच्छियं च पाउवदाई च पहाणोवदाई च बाहिरपेसणकारिं ठवेइ)
આ પ્રમાણે તે ધાન્ય સાર્થવાહ ઉઝિતાના મુખેથી આ વાત સાંભળીને તેને હૃદયમાં અવધારણ કરીને એકદમ ગુસ્સે થઈ ગયે.
કુપિતાવસ્થામાં તે ક્રોધની જ્વાળાઓમાં સળગવા લાગ્યો. તેણે તેજ ક્ષણે ઉજિઝતાને મિત્ર જ્ઞાતિ વગેરે પરિજનો તેમજ ચારે પુત્રવધૂએ ના કુળના માણસોની સામે ઘરની રાખ સાફ કરનારી, છાણ સાફ કરનારી, કચરે વગેરે સાફકરનારી, ઘરના આંગણામાં પાણી છાંટનારી, સાવરણી થી કચરો વાળનારી, પગ ધોવા માટે તેમજ સ્નાન કરવા માટે પાણી તૈયાર રાખનારી અને ઘરની બહારના કામ કરનારી બનાવી દીધી.
એટલે બહારનાં કામ કરનારી દાસીનારૂપે ધન્યસાર્થવાહે તેની નિમણુક કરી (एचामेव समणा उसो जो अम्हं निग्गयो वा निग्गंधीवा जाव पन्धइए पंच यसे महन्बयाई उज्झियाई भवंति, सेण इहमवे चेव बहूणं समणाणं ४ जाव अणुपरियट्टिस्सइ जहा सा उज्झिया)
શ્રી વર્ધમાન સ્વામી આવિષે ઉપસંહાર કરતાં કહે છે કે હે આયુમંત શ્રમણ ! અમારા જે કોઈ નિગ્રંથ કે નિર્ગથી સાધ્વીજન દીક્ષા સંયમ લેવાના વખતે પાંચ મહાવ્રતે સ્વીકારે છે અને ભવિષ્યમાં સ્વીકારેલા તે મહાવતે ને પરિત્યાગ કરે છે તો તે ઉઝિતા ની જેમજ આ ભવમાં ઘણા શ્રમણ વડે તેમજ ચતુર્વિધ સંઘ વડે હીલનીય હોય છે, નિંદનીય હોય છે, ગહણીય હોય છે-યાવત-તે ચતુર્ગતિ વાળા આ સંસારમાં પરિભ્રમણ કરતે રહે છે.
(एवं भोगवइयावि, नवरं जाव कंडंतियं च कुट्टयंतियंच पीसंतियंच, एवं
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨