________________
દિધાં હતાં. આ પ્રમાણે એકદમ પવિત્ર થઈને પિતાની બેઠકમાં બેઠેલા રાજા જીતશત્રુને જમતી વખતે પીધેલા ઉદકરત્નના આસ્વાદન વિશે ખૂબ જ નવાઈ જેવું લાગતું હતું. ઉદકરત્ન (પાણી) વિશેના નવાઈના વિચારો કરતાં રાજાએ પિતાની પાસે બેઠેલા રાજેશ્વર, તલવર, માંડલિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેણી, સેનાપતિ અને સાર્થવાહ વગેરે જોને આ પ્રમાણે કહ્યું
(अहोणं देवाणुप्पिया! इमे उदगरयणं अच्छे जाव सबिदियगाय पल्हाणिज्जे तएणं वहवे राईसर जाव एवं वयासी तहेव णं सामी ! जणं तुम्भे वदह जाव एवं चेव पल्हायणिज्जे तएणं जियसत्तू राया पाणियधरियं सदावेइ,सद्दावित्ता एवं वयासी एसणं तुम्भे देवाणुप्पिया! उदगरयणे को आसाइए)
હે દેવાનુપ્રિયે! જમતી વખતે પીધેલું ઉદકરત્ન (પાણી) કેટલું બધું નિર્મળ અને બધી ઇન્દ્રિય તેમજ શરીરને આનંદ પમાડનાર છે. આ રીતે રાજાની વાત સાંભળીને રાજેશ્વર વગેરે બધા ઉપસ્થિત લોકોએ રાજાને આ પ્રમાણે કહ્યું કે-હે સ્વામિન ! તમારી વાત એકદમ યથાર્થ છે. પાણી ખરેખર તેવું જ હતું. તે બહુ જ નિર્મળ અને બધી ઇન્દ્રિયને તથા શરીરને આનંદ આપનાર હતું. ત્યારપછી જીતશત્રુ રાજાએ પાણીવાળાને બોલાવ્યો અને બોલાવીને તેને કહ્યું કે હે દેવાનુપ્રિય ! આ ઉદકરન (શ્રેષ્ઠ પાણી) તમે કયાંથી મેળવ્યું છે?
(तएणं से पाणियधरए जियसत्तु एवं सुबुद्धिस्स अंतियाओ असाइए तएणं जियसत्तू सुबुद्धि अमच्चं सद्दावेइ, सहावित्ता एवं वयासी, अहोणं सुबुद्धी ! केणं कारणेणं अहं तव अणिटे पजेणं तुमं मम कल्लाकल्लि भोयणवेलाए इमं उदगरणं न उवठ्ठवेसि ! तं एसणं तुमे देवाणुप्पिया ! उदगरयणे कओ उवलद्धइ ?)
રાજાની આ વાત સાંભળીને પાણીવાળાએ જવાબમાં રાજાને કહ્યું કે હે સ્વામિન! આ ઉદક રત્ન (પાણી) હું સુબુદ્ધિ અમાત્યની પાસેથી લાવ્યા છું. રાજાએ ત્યાર બાદ સુબુદ્ધિ અમાત્યને બોલાવ્યું અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે સુબુદ્ધિ! શા કારણથી હું તમારા માટે અનિષ્ટ, અકાંત,
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર: ૦૨
૨૮૩