________________
સ્વામી તેને કહે છે કે (વહુ રંજૂ!) હે જબૂ! સાંભળો, પ્રભુએ અગિયારમા જ્ઞાતાધ્યયનને અર્થ આ પ્રમાણે નિરૂપિત કર્યો છે. ( तेणं कालेणं तेणं समएग रायगिहे० गोयमे एवं वयासी)
તે કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. ગૌતમ સ્વામીએ તેમને આ પ્રમાણે પ્રશ્ન કર્યો–(હom મતે ! જીવા અરાવા રજ્ઞાવા મવંતિ? હે ભદંત! જીવ જ્ઞાન વગેરે રત્નત્રય રૂપ મોક્ષ માગને આરાધક-સાધક અને વિરાધક કેવી રીતે-શા કારણથી થાય છે ? (गो० ! से जहानामए एगंसि समुद्दकूलंसि दावद्दवा नाम रुक्खा पण्णत्ता)
પ્રભુએ તેમને તે પ્રશ્નનો જવાબ દષ્ટાન્તના આધારે આપતાં કહ્યું–હે ગૌતમ ! સમુદ્રને દાવદ્રવ જાતિનાં ઘણાં વૃક્ષો હતાં.
(किण्हा जाव निऊरंब भूया पत्तिया पुफिया फलिया हरियगरे रिज्जमाणा, सिरीए अतीव २ उपसोभेमाणा चिटुंति )
એ બધાં વૃક્ષે જળપૂર્ણ મેઘ સમૂહાની જેમ કાળા રંગનાં હતાં. બધાં વૃક્ષ, પત્ર, પુષ્પ અને ફળોથી સમૃદ્ધ હતાં. લીલા રંગથી એ વૃક્ષો શોભતાં હતાં. પત્ર અને પુપોથી એમની શોભા અનેરી થઈ પડી હતી. એથી એ સવિશેષ ભા–સંપન્ન લાગતાં હતાં.
(जयाणं दीविच्चगा ईसिं पुरेवाया पच्छावाया मंदावाया महावाया वायंति तया णं बहवे दावदवा रुक्खा पत्तिया जाव चिटुंति, अप्पेगड्या दावदवा रुक्खा जुन्ना झोडा परिसडिय पंडुपत्तपुप्फफला सुक्करुषखाओ विव मिलायमाणा२चिट्ठति)
જ્યારે દ્વીપ ઉપર વહેતા પૂર્વ દિશાના આછા પવને, પશ્ચિમ દિશાના આછા પવને, ધીમે ધીમે વહેનારા પવને તેમજ પ્રચંડ પવન ફૂંકાવા લાગતા ત્યારે પત્ર-પુષ્પ વગેરેની શોભાથી અનેરાં લાગતાં દાવદ્રવ વૃક્ષો જે સ્થિતિમાં ઊભાં હતાં તે જ સ્થિતિમાં વિકાર વગરના થઈને સ્થિર થઈને ઊભાં જ રહેતા હતાં. કહેવાનો મતલબ એ છે કે જ્યારે દ્વીપના પૂર્વ અને પશ્ચિમ દિશાના મંદ, સુગંધ અને શીતળ પવને વહેતા હતા ત્યારે પત્રો-પુપિ વગેરેથી સંપન્ન
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૭૭