________________
(उवागच्छित्ता पत्तेयं २ करयलपरिग्गहियं सिरसावत्तं दसनहं मत्थए अंजलिं कडे साणं २ राईणं वयणाणि निवेदेति )
ત્યાં જઈને તેઓ બધાએ જુદા જુદા રૂપમાં કુંભક રાજાને બંને હાથની અંજલિ બતાવીને અને તેને મસ્તકે મૂકીને નમસ્કાર કર્યા અને નમસ્કાર કરીને તેઓએ વારાફરતી પોતપોતાના રાજાનો સંદેશ તેમને કહી સંભળાવ્યું.
(तएणं से कुभए तेसिं द्याणं अतिए एयम सोच्चा आसुसत्तेनाव तिव. लियं भिउडिं एवं वयासी)
જીતશત્ર પ્રમુખ છએ છ રાજાઓ મારી પુત્રી મલ્લીકુમારીને ચાહે છે આ જાતને સંદેશ તેના માંથી સાંભળીને કુંભક રાજા એકદમ ગુસ્સે થઈ ગયા અને ત્રણે રેખાઓવાળી તેમની ભ્રકુટી ભમરો વક્ર થઈ ગઈ
ક્રોધના આવેશમાં રાજાએ તે દૂતને કહી સંભળાવ્યું કે(न देमि णं अहं तुम्भं मल्ली विदेहरायवर कणं त्ति कटु ते छप्पिदए असक्कारिय असम्माणिय अवदारेणं णिच्छुभावेइ )
હે તે મારી પુત્રી વિદેહરાજવર કન્યા મલીકુમારી તમારા રાજા એને આપીશ નહિ.” આ પ્રમાણે કહીને રાજાએ તેને કોઈ પણ રૂપમાં સત્કાર અને સન્માન ન કરતાં તેઓને પોતાના મહેલના પાછળના નાના બારણેથી બહાર કાઢી મૂક્યા.
(तएणं जियसत्तू पामोक्खाणं छण्हं राईणं या कुभएणं रन्ना असक्कारिया असम्माणिया अवदारेणं णिच्छुभाविया समाणा जेणेव सगारे जाणवया जेणेव सयाई २ णगराई जेणेव सगा२ रायाणो तेणेव उवागच्छंति )
આ પ્રમાણે જીતશત્રુ પ્રમુખ રાજાઓના તે તો કુંભકરાજા વડે અસત્કૃત અને અસંમાનિત થતાં જ્યારે મહેલના પાછલા બારણેથી બહાર કાઢી મૂકવામાં આવ્યા ત્યારે તેઓ ત્યાંથી રવાના થઈને જ્યાં તેમને જનપદ (દેશ) હતું, જ્યાં તેમનું નગર હતું અને તેમાં પણ જ્યાં તેમના રાજા હતા ત્યાં પહોંચ્યા.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૯૨