________________
હતા ! હે ભાઈ! હે મામા ! હે ભાણેજ ! તમે બધા આ ભગવાન વિશાળ સમુદ્રવડે વારંવાર સુરક્ષિત થઈને ચિરકાળ સુધી જીવતા રહે. તમારું કલ્યાણ થાઓ “ પુરૂવરુદ્ધજયને, અમને નિચ ધરં દુવા પાસાનો” અમે બધા તમને લાભાન્વિત થયેલા, બધા કાર્યોને પાર પમાડનાર, કોઈ પણ જાતની શારીરિક મુશ્કેલી વગર એટલે કે સ્વસ્થ શરીરવાળા, ધન તેમજ પરિપૂર્ણ પરિવારથી યુક્ત થઈને ઘેર પાછા આવેલા જોઈએ. “ત્તિ ” આમ કહીને તેઓ ગયાં.
( ताहिं सोमाहिं निद्धाहिं दीहाहि, सप्पिवासाहि पप्पुयाहिं, ट्ठिीहिं निरी क्खमाणा मुहुत्तमेत्तं संचिट्ठति )
- સૌમ્ય, સ્નિગ્ધ, બહુવખત સુધી દર્શનની ઈચ્છાવાળી અને આંસુ ભીની દષ્ટિએથી તેમને જેતા એક મુહૂર્ત સુધી બેસી રહ્યા.
(तओ समाणिए सुपुष्फ बलिकम्मेसु दिन्नेसु सरसरत्तचंदणदहरपंचंगुलि तलेसु, अणुक्खित्तंसि धूवंसि पूइएसु समुद्दवाएसु संसारियासु वलयवाहासु उसिएसु सिएसु झयग्गेस पडुप्पवाइएसु तूरेसु जइएसु सव्व सउणेसु गहिएमु रायवरसासणेसु)
ત્યાર બાદ પુષ્પ અક્ષત દાન વગેરે ની વિધિ પૂરી થઈ ગઈ, પરિધાનીય વસ્ત્રો ઉપર સરસ લાલ ચંદનના થાપાએ લગાવી લીધા, ગૂગળ વગેરે ધૂપ અગ્નિમાં નાખીને ધૂપ કરી લીધે, ધૂપ વગેરે અપીને સમુદ્રના પવનની અર્ચનાનું કામ પૂરું થઈગયું, બીજા સ્થાનેથી દીર્ધકાષ્ઠરૂ૫ વલય એટલે કે સુકાન વગેરે વહાણ ઉપર યથાસ્થાને મુકાઈ ગયા, શુભધ્વજાઓના અગ્રભાગ જ્યારે ઉર્ધ્વમુખના રૂપ અવસ્થાપિત થઈ ગયા, કુશળ વાજાંવાળાઓ વડે સરસ વાજાઓ વગાડવાનું કામ પતિ ગયું, જય પમાડનારા કાગડા વગેરે પક્ષી એના માંગલિક શબ્દ એટલે કે સારા શુકન થઈ ગયા અને ચંપાનગરીના રાજા પાસેથી સમુદ્રયાત્રા કરવાને પરવાને “આદેશ પત્ર” તેઓની પાસે આવી ગયે ત્યારે.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૩૮